Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

એવોર્ડ / બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતનારા 'દાદીસા'ને છે આ બિમારી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતનારા 'દાદીસા'ને છે આ બિમારી

66મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની વિજેતાની જાહેરાત શુક્રવાર, 9 ઓગસ્ટના થઇ.

ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક', 'પદ્માવત' અને 'અંધાધૂન' જેવી ફિલ્મોએ વધારે એવોર્ડ્સ પોતાના નામે કર્યા. એક્ટર આયુષ્માન ખુરાના માટે આ વધારે લકી દિવસ હતો કેમકે તેણે એક નહીં પરંતુ 2 ફિલ્મો નેશનલ એવોર્ડ્સ પોતાના નામે કર્યા. આયુષ્માનની ફિલ્મ 'બધાઇ હો' ને સૌથી વધારે એન્ટરટેનમેન્ટ કરનારી બેસ્ટ પૉપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ સાથે જ ફિલ્મની એક્ટ્રેસ સુરખા સિકરીને પોતાની એક્ટિંગ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો.

જોકે આ સમાચાર સાંભળ્યા પછી સુરેખા સિકરીએ ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''મને ખૂબ જ સારુ લાગી રહ્યુ છે. હું ખૂબ જ ઉત્સાહિત છું અને આભારી છું. હું ખુશ છું કેમકે મારી ફિલ્મે એવોર્ડ જીત્યો.. જ્યારે મારી ફિલ્મના ડિરેક્ટરે મને શુભકામનાઓ આપવા માટે ફોન કર્યો ત્યારે મારું પહેલુ રિએક્શન હતુ કે, આ શું થઇ ગયું.. આયુષ્માને પણ એવોર્ડ જીત્યો. તમામે આ ફિલ્મે માટે ખૂબ જ મહેનતથી કામ કર્યુ અને મને સારું લાગી રહ્યુ છે. ઓડિયન્સે ફિલ્મ જોઇ અને એન્જોય કર્યુ, અમે આભારી છીએ અને ખુશ છીએ.'' 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#blessings🙏 Congratulations #surekhasikri 🌼🌼

A post shared by shashank vyas (@ishashankvyas) on

આ સિવાય નેશનલ એવોર્ડ જીત્યા પછી સુરેખા સિકરીને ટીવી સીરિયલ ‘બાલિકાવધૂ’નો કો-સ્ટાર શશાંક વ્યાસ મળવા આવ્યો હતો. શશાંકે ઈન્સ્ટાગ્રામમાં આ મુલાકાતની ફોટોઝ પણ શૅર કરતા લખ્યુ હતુ કે, 'શુભકામનાઓ'

 સુરેખા સિકરીએ પોતાના સ્વાસ્થ્યને લઇને ખુલાસો કરતા કહ્યુ કે, '' બધાઇ હો ઓક્ટોબરમાં રિલીઝ થઇ હતી અને તેના મહિના પછી  બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો, જેના કારણે પેરાલિસિસનો એટેક પણ આવ્યો. હું વધારે ખાઇ શકતી ન હતી. જેથી મારું વજન વધારે ઘટી ગયુ હતુ. મારો પરિવાર મારી દેખરેખ રાખી રહ્યો છે.મને આશા છે કે તેઓ જલ્દીથી સાજા થઈ જઇશ.''

સુરેખા સિકરીએ અપકમિંગ પ્રોજેક્ટ્સ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, ''ઝોયા અખ્તરની એક શોર્ટ ફિલ્મ સાઈન કરી છે. મારા માટે આ પ્રોજેક્ટ ખાસ છે અને હું આના માટે ઘણાં જ ઉત્સુક છે. તેઓ ટૂંક સમયમાં આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.''

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુરેખા સિકરીને 1988માં ‘તમસ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. 1995માં ‘મમ્મો’ ફિલ્મ માટે પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ટીવીની વાત કરવામાં આવે તો તેમણે સિરિયલ્સ ‘એક થા રાજા એક થી રાની’, ‘બાલિકાવધૂ’, ‘સાત ફેરે’, ‘પરદેશ મૈં હૈં મેરા દિલ’ તથા ‘મા એક્સચેન્જ’માં મહત્ત્વના રોલ પ્લે કર્યાં હતાં. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ