બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / બનેવીએ એક્ટિવા ખરીદવા 20000 ન આપતા સાળાએ એવો કાંડ કર્યો કે જાણીને ચોંકી જશો, બહેનો માટે ચોંકાવનારો કિસ્સો
Last Updated: 07:40 PM, 13 November 2024
સુરતના ઉમરા ગામમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પરિવાર પાલીતાણા અને વીરપુર જલારામના દર્શને ગયો હતો. ત્યારે સોના ચાંદીના દાગીના અને 51 હજાર રૂપિયા રોકડાની ચોરી થઈ હતી. જે કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સગા સાળાએ જ બહેન-બનેવીના ઘરમાં રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું ભેદ ઉકેલાયો છે
ADVERTISEMENT
(આરોપીની તસવીર)
ADVERTISEMENT
સગાભાઈએ બહેનના સાસરિયાના ઘરમાં કરી ચોરી
સુરતના ઉમરા ગામમાં લાભ પાંચમ પછી અમૃતલાલ ભંડેરી અને તેનો પરિવાર પાલીતાણા અને વીરપુર જલારામના દર્શન માટે ગયો હતો. જે ત્રણ દિવસ દરમિયાન તેમણે પોતાના ઘરના ફૂલ ઝાડને પાણી આપવા માટે પોતાના સગાસાળા જય ભંડેરીને ઘરની ચાવી આપી હતી. જો કે ઘરના એક દરવાજાની ચાવી અને ટેરેસ ઉપર જઈ શકાય તે રૂમની ચાવી આપવામાં આવી હતી. મકાનના બાકીના રૂમ લોક હતા.
આરોપીએ ઘરમાંથી ચોરી કરીને CCTVનું DVR પણ ચોરી કર્યું
જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે જોયું તો ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા સમગ્ર ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. જેમાં ચોરે સીસીટીવીનો ડીવીઆરની પણ ચોરી કરી હોવાની વિગત સામે આવી હતી. જે સંજોગોમાં ચોરી કરવામાં આવી હતી તેમાં કોઈ જાણભેદુ જ હોવાની શક્યતાના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જેમાં નજીકમાં સુમન લિપી આવાસમાં રહેતો અને બનેવી જ્યાં પૂજારી અને ટ્રસ્ટી છે . તેવા સાંઈ મંદિરમાં નોકરી કરતો જય ભંડેરી જ શંકાના દાયરામાં આવી ગયો હતો તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનેવીએ એક્ટિવા ખરીદવા 20000 ન આપતા સાળાએ એવો કાંડ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.