બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 PM, 10 January 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. સારવારમાં બેદરકારીના કારણે 3 મહિનાની બાળકીનું મોત થયાનો આક્ષેપ કરાયો છે. 3 મહિનાની બાળકીને સારવાર અને દવા આપવામાં ડૉક્ટરે ભૂલ કર્યાનો આરોપ કરાયો છે.
ADVERTISEMENT
નવી સિવિલ હોસ્પિટલની ગંભિર બેદરકારી
ઝાડાની તકલીફ સાથે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ત્યારે સારવાર આપી રજા આપી દેવાતાં બાળકીની તબિયત વધુ લથડી હતી. પાપ્ત વિગતો મુજબ 14 કલાક વેન્ટિલેટર પર મુક્યા બાદ બાળકીને મૃત જાહેર કરાઇ હતી. ડૉક્ટર્સે મૃતદેહ લઇ જવા ઉતાવળ કરાવી સહી કરાવવા દબાણ કર્યાનો પણ આરોપ મુકાયો છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિવાદ સામે આવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બાકરોલમાં ખનીજ ચોરી બાબતે બબાલ, માથાભારે શખ્સો લાકડી-ધોકા લઈ તૂટી પડ્યા, જુઓ વીડિયો
ડૉ. ધારિત્રી પરમારનું નિવેદન
સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારિત્રી પરમારે કહ્યું કે, ''એક માતા હોસ્પિટલની બહાર રડી રહી હતી, ત્યારે જઈને તપાસ કરતા તેમજ તે બહેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તેમના ત્રણ મહિનાના બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને તે ડોક્ટર્સ પર આરોપો કરી રહી હતી. ત્યારે આ મામલે મને લાગે છે ત્યા સુધીમા તેણે બાળક ગુમાવવાના કારણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતુ'' વધુમાં કહ્યું કે, ''આ મામલે અમે એક તપાસ સમિતિની પણ રચના કરી છે, જેમાં ત્રણ ડોક્ટરની ટીમ છે, જેઓ લોકો કેસ સ્ટડી કરી હિસ્ટ્રી ચકાસી મને જાણ કરશે કે, આમાં કોઈ ડોક્ટર્સની બેદરકારી છે કે નહી ? હું માનુ છું ત્યા સુધી મારા ડોક્ટર્સો બેદરકાર નથી તેમ છતા જે કમિટીનો નિર્ણય આવશે તે પ્રમાણે આગળ જાણ કરીશું''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.