બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 12:36 PM, 7 December 2020
ADVERTISEMENT
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરતના મહિલા PSI જોશીના આપઘાતની પાછળ સાસરિયા દ્વારા કરવામાં આવતું દબાણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જો કે આ સાથે મહિલા PSIના પરિવારે તટસ્થ તપાસની માંગ કરી છે.
મહિલા PSI જોશીને પતિ-સાસરિયા તરફથી નોકરી છોડવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું. જેમાં પતિ અને સાસરિયા તરફથી કહેવામાં આવતું હતું કે જો તારે તારા પુત્રને મળવું હોય તો નોકરી છોડી દે.
ADVERTISEMENT
એક મળતા અહેવાલ મુજબ મહિલા PSI જોશીએ આપઘાત કરતાં પહેલા તેમના નણંદ સાથે છેલ્લી વાત કરી હોવાનો ખુલાસો થયો છે. જો કે તેમા સામે આવેલી વિગત મુજબ PSI જોશીએ નણંદને કહ્યું હતું કે મૃત્યું પછી રુપિયા આવે તો પુત્રના નામે FD કરવી તે અંગે વાતચીત થઇ હોવું બહાર આવ્યું છે.
સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ ફલાસા વાડી પોલીસ કોલોની ખાતે રહેતા મહિલા PSIએ પોતાના જ ઘરમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા PSI અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વોરમાંથી પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. અનિતા જોશી સુરતના ઉધનાના પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે. ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા.
ઘરે પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો
અનિતા જોશી તે દિવસે પોલીસ સ્ટેશન ફરજ પર ગયા ન હતા અને ઘરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું કે PSI અનિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે. તેવામાં PSL દ્વારા આ પ્રકારે આપઘાત કરી લેવાતા સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલિમા સાથે ચકચાર મચી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.