સુરત / કુમાર કાનાણીએ કહ્યું, મારો છોકરો છે MLAનું બોર્ડ લગાવીને ફરે એ તો એમાં શું, VIDEO VIRAL

Surat women police constable sunita yadav and kumar kanani video viral

સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસકર્મી વચ્ચેની બબાલની ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જો કે, ત્યારબાદ હવે ઘટાનાનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રી મહિલા પોલીસકર્મીને કહી રહ્યાં છે કે મારો દિકરો MLAની પ્લેટ સાથે જ ફરશે. આ વાયરલ વીડિયો બાદ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મારા પુત્રએ જો કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ