ગુજરાત / સુરતમાં મહિલા કોન્સ્ટેબલ-પ્રકાશ કાનાણી વિવાદ મામલો, કુમાર કાનાણીએ કહ્યું કે કાયદાનો ભંગ કર્યો હોય કાર્યવાહી કરો

Surat women police constable prakas kanani

સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસકર્મી વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને PSI મહિલાકર્મી સાથેની ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલો ગરમાતાં ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા પોલીસ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. જો કે હવે ઘટાનાનો નવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રી મહિલા પોલીસકર્મીને કહી રહ્યાં છે કે મારો દિકરો MLAની પ્લેટ સાથે જ ફરશે. આ વાયરલ વીડિયો બાદ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે મારા પુત્રએ જો કાયદાનો ભંગ કર્યો હોય તો કાર્યવાહી કરો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ