ગુજરાત / સુરતમાં મહિલા કોન્સ્ટેબલ-પ્રકાશ કાનાણી વિવાદ મામલોઃ મંત્રીના પુત્ર સામે થઇ આ કાર્યવાહી

Surat women constable minister son prakas kanani police complain

સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોનો  મહિલા કોન્સ્ટેબલ સાથેનો સૌ પહેલા ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ વિવાદને લઇને અન્ય બે વીડિયો સામે આવ્યાં હતા. જો કે હવે આ વિવાદને લઇને શહેરની પોલીસે વરાછા પોલીસ સ્ટેશનમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે ફરિયાદ નોંધી છે. પ્રકાશ કાનાણી અને તેમના 2 મિત્રો સામે 8 જુલાઇના રોજ કર્ફ્યું ભંગ કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ