Surat, visit, Minister of State Home, Harsh Sanghvi, enjoyed,Swings, Joggers Park,
VIDEO /
હર્ષ સંઘવીનો હળવો અંદાજ, ઘેઘૂર વડની વડવાઈ સાથે મન મૂકીને માણી હીંચકાની મોજ
Team VTV05:06 PM, 27 Jun 22
| Updated: 05:15 PM, 27 Jun 22
સુરતની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જોગર્સ પાર્કમાં વડની વડવાઈ સાથે હીંચકાનો આંનદ માણ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે
પોતાના મત વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો
વૃક્ષ પર લટકીને તાજી કરી બાળપણની યાદ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઇને ભાજપે જોરશોરથી તૈયારી આરંભી દિધી છે. જેના ભાગરૂપે નેતાઓ પોતાના મત વિસ્તારના લોકોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. જ્યાં પોતાના મત વિસ્તારના લોકો સાથે સંપર્ક સાંધ્યો હતો. આ અવસરે સુરતમાં બનેલા નવા વોક-વે અને જોગર્સ પાર્કની મુલાકાત દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડની વડવાઈ પર હીંચકા ખાઈ મન મૂકીને આનંદ માણ્યો હતો અને બાળપણની યાદ તાજી કરી હતી.
વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે કરી મસ્તી
સુરતની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી હળવા મૂળમાં જોવા મળ્યા હતા. આ તકે મજુરા વિધાનસભા વિસ્તારમાં હર્ષ સંઘવીએ લોકસંપર્ક કર્યો. જ્યાં લોકો સાથે વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી. જેમા લોકોને પડતી હાલાકી અને ખૂટતી સુવિધાનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ સુરત મનપા દ્વારા નવા વોક-વે અને જોગર્સ પાર્કનું નિર્માણ કરાયું છે જેની પણ મુલાકાત લીધી હતી. પાર્કની મુલાકાત વેળાએ પાર્કના ઘેઘુર વડની વડવાઇ સાથે હર્ષ સંઘવીએ હીંચકા ખાધા હતા તેમણે વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મોજ, મસ્તી કરી હતી.
સુવિધા, અસુવિધા વિષે લોકોના મત જાણ્યા
સુરતના પ્રવાસ દરમિયાન મતવિસ્તારના લોકો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ સુવિધા બાબતે લોકોના પ્રતિભાવો જાણ્યા હતા અને ખૂટતી સુવિધા અંગે સબંધિત વિભાગના અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત પોતાના મત વિસ્તારના કોર્પોરેટરો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિતનાઓ સાથે બેઠક પણ કરી હતી અને તેઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.