બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / 'નાસ્તાના પૈસા નહીં મળે પોલીસમાં છીએ', સુરતમાં બે લુખ્ખાઓની દાદાગીરી, થઈ ધરપકડ
Last Updated: 11:46 PM, 20 September 2024
સુરતના સરથાણા વિસ્તારમાં વાલક પાટીયા પાસે બે શખ્સોએ પોલીસના નામે દમ મારી નાસ્તાના રૂપિયા ન આપતા વિફરેલા લોકોએ બંનેનો ઉધડા લીધા હતા. એટલું જ નહીં પરંતુ કાળા કાચની કારમાં પોલીસની પ્લેટ લગાડી આવેલા બંને શખ્સોનો મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો હતો. આ બંને શખ્સો દારૂના નશામાં તેમજ કારમાંથી ખાલી બિયરના ટીન પણ મળી આવ્યા હતા. જે બાદ સરથાણા પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસના નામનો ખોટા મારતા હતા દમ
આ બંન્ને શખ્સોએ પોતાની ઓળખ પોલીસ આપીને નાસ્તાના રૂપિયા નહીં મળે તેમ જણાવી તારા પર કાર ચઢાવી જાનથી મારી નાખીશું તેવી ગર્ભિત ધમકીઓ આપી હતી. ત્યારબાદ પોતાની કારમાં જઈને આ બંને શખ્સો બેસી ગયા હતા. જોકે કારમાં બેઠેલા બે પૈકીના એક શખ્સના હાથમાં બિયરનું ટીન જોવા મળ્યું હતું. જેના પગલે રોષે ભરાયેલા લોકોએ જાહેરમાં ઉધડા લીધા હતા. એટલું જ નહીં પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસ કાર્યવાહી કરીને બંન્નેની ધરપકડ કરી હતી. રેસ્ટોરન્ટ માલિકની ફરિયાદના આધારે સૌપ્રથમ ગુનો દાખલ કરી રાજ્ય સરકારના ખોટા સેવક તરીકેની ઓળખ આપનારા બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ટ્રાફિક, રખડતા ઢોર, પાર્કિંગની માથાકૂટ, VTV ગુજરાતી દ્વારા હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક, ખૂલી પોલ
પોલીસે કરી ધરપકડ
બીજી તરફ સરથાણા પોલીસે પણ સરકાર તરફથી ગુનો દાખલ કર્યો હતો. જેમાં પ્રોહિબિશન અને પોતે રાજ્ય સરકારના સેવક ના હોવા છતાં ખોટી રીતે પોલીસની નંબર પ્લેટ લગાડી પોલીસ તરીકેનો લોકોને દમ મારવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં બંને આરોપીઓ સુરતના રહેવાસી છે અને જયરાજસિંહ ઉર્ફે યુવરાજસિંહ ગોહિલ તેમજ મેહુલ સાંભલ નામના શખ્સોએ પોલીસ તરીકે લોકોને દમ મારવા માટે આ પોલીસની નંબર પ્લેટ બનાવી હોવાની કબુલાત પ્રાથમિક પૂછપરછમાં કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.