બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં ગોઝારી ઘટના! ત્રણ મિત્રોનું ટ્રેનની અડફેટે મોત, નોકરી કરવા આવ્યા હતા, અચાનક શું બન્યું?
Last Updated: 12:13 PM, 13 November 2024
સુરતથી એક હ્ર્દયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, યુપીથી સુરત રોજગારી માટે આવેલ ત્રણ મિત્રોના મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા મોત થયા છે. કહેવાય રહ્યું છે કે બે ત્રણ દિવસ પહેલા જ આ ત્રણે યુવકો ઝરીના કારખાનામાં નોકરી કરવા માટે સુરત આવ્યા હતા.
ADVERTISEMENT
સુરતના સચિન વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, એ સમયે અચાનક ટ્રેનની અડફેટે આવતાં ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દિવાળી બાદ યુપીથી સુરત આવેલ પ્રમોદ નિશાદ, વડકું નિષાદ, દીનુ નિષાદ ઝરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા.
ADVERTISEMENT
રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અચાનક એમને ટ્રેન પર યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરીને વતનથી સુરત નોકરી માટે આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે ભેસ્તાન અને સચિન વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા ત્યારે ત્રણેય મિત્રો ટ્રેન અડફેટે આવતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.