લ્યો બોલો..! પ્રેમિકાના પતિને ફસાવવા પ્રેમીએ બોંબ બનાવવાની સામગ્રી લાવી રચ્યું તરકટ

By : kavan 12:06 PM, 10 October 2018 | Updated : 12:06 PM, 10 October 2018
સુરતના લિંબાયત વિસ્તારના ગોડાદરા પાસેથી એક આરોપી પાસેથી બોંબ બનાવવાની સામગ્રી ઝડપાઈ છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. સુરત ક્રાઈમબ્રાંચે રોપી સોનેસિંગ ઉર્ફે સોનુ ઠાકુરને બોંબ બનાવવાની સામગ્રી સાથે દબોચી લીધો છે. જ્યારે પોલીસની પૂછપરછમાં આરોપીએ ખુલાસો કરતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આરોપીએ આ બોંબની સામગ્રી કોઈ સ્થળે વિસ્ફોટ કરવા નહીં. પરંતુ તેની પ્રેમિકાને પામવા માટે લાવ્યો હતો. આરોપી એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેની  પ્રેમિકા તેને છોડીને જતી રહી હતી.

ત્યારબાદ તેણી અન્ય કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. જેથી આરોપીએ પ્રેમિકાના પતિને ફસાવવવા માટે આ સામગ્રી ખરીદી હતી અને આરોપી આ સામગ્રી પ્રેમિકાના પતિના ઘરે મુકીને પોલીસને જાણ કરીને તેના પતિને ફસાવવા માગતો હતો.

જોકે તે આ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે આરોપીને દબોચી લીધો છે. આરોપી પાસેથી એમોનિયમ નાઈટ્રેટની 9 સ્ટીક, 9 ડેટોનેટર, 2 નંગ ટ્રાંજિસ્ટર બેટરી, 250 ગ્રામ છરા, 3 નંગ છરી, 20 મીટર વાયર, મો પર પહેરવાનો 3 નંગ માસ્ક. ટેસ્ટર અને એક બાઈક સહિતની સામગ્રી જપ્ત કરી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story