Surat to Bhubaneswar Flight starts 20th January 2020
આનંદો! /
સુરતીઓને મોટી ગિફ્ટ : સુરત ઍરપોર્ટથી વધુ એક ટ્રીપની શરૂઆત, વોટર કેનન દ્વારા અપાઈ સલામી
Team VTV02:42 PM, 20 Jan 20
| Updated: 04:13 PM, 20 Jan 20
સુરતમાં આજથી ભુવનેશ્વર સુધીના વિમાનની સેવા શરૂ કરવામાં આવી છે. આજથી સુરતથી ભુવનેશ્વર પ્રથમ ટ્રીપની શરૂઆત થઈ છે.. સપ્તાહમાં ચાર દિવસ સુધી ફ્લાઈટનો લાભ મળશે.પ્રથમ ટ્રીપ પહેલા વિમાન પર વોટર સલ્યૂટ કરાયુ હતુ.
પ્રથમ ટ્રીપના વિમાનને વોટર સલ્યૂટ
સુરત-ભુવનેશ્વર વિમાનની શરૂઆત
ટ્રીપ પહેલા વિમાનને અપાયુ સલ્યૂટ
સુરત એરપોર્ટથી વધુ એક વિમાની સેવા સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરત- ભુવેન્શવરની વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. સુરતીઓ માટે આ એક સારા સમાચાર છે. ટ્રેન કે બસથી મુસાફરોનો બર્બાદ થતો સમય બચાવી શકાશે. સામાન્ય રીતે ખીસ્સાને પરવડે તેવા ભાવે આ ટ્રીપ યોજવામાં આવે તેવી પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત- ભુવનેશ્વર વિમાની સેવા શરૂ
સુરત- ભુવનેશ્વર વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવી છે જેમાં સપ્તાહમાં ચાર દિવસ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. આજથી જ પ્રથમ ટ્રીપ શરૂ કરવામાં આવી છે. અને પ્રથમ ટ્રીપને લઇ પ્લેન પર વોટર કેનન સ્વાગત કરાયું હતુ.