બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / તો સુરતમાં આ લોકોના લાયસન્સ રદ કરાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો કડક કાર્યવાહીનો આદેશ
Last Updated: 08:05 PM, 14 June 2024
સુરતમાં ટ્રાફિકના નિયમોને ભંગ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનો આદેશ અપાયો છે. સુરતીલાલાઓ હવે ચેતી જજો કારણ કે, જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહી કર્યું તો તમારો લાયસન્સ રદ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાની ખેર નથી
ADVERTISEMENT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકોનો લાયસન્સ રદ કરવાનો આદેશ અપ્યો છે. જે આદેશ મુજબ 50થી વધુ વખત ટ્રાફિકના નિયમ તોડનારા 4900થી વધુ વાહનચાલકોના લાયસન્સ રદ થશે. અત્રે જણાવીએ કે, સુરતમાં નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા અંગે એક બેઠકનું ઓયજન કરાયું હતું. જેમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકના ભારણ મુજબ સિગ્નલ વ્યવસ્થા ગોઠવવા પણ ચર્ચા કરાઈ છે
વાંચવા જેવું: 'હું વિદેશનું સેટિંગ કરી આપીશ', કહેનારા લેભાગુઓથી સાવધાન! સુરતમાં તોડબાજે 10 લાખ ખંખેરી લીધા
'લાયસન્સ રદ્દ કરવાની સૂચના આપી'
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત શહેરમાં 11થી 20 વાર ટ્રાફિકના નિયમો તોડનારા 46 હજાર 189 છે તેમજ 21થી 50 વાર ટ્રાફિકના નિયમો તોડનારા 18,257 લોકો છે જ્યારે 51થી 100 વાર નિમય તોડનારા 4900થી વધુ લોકો છે. વધુમાં કહ્યું કે, 101થી વધુ વાર નિયમો તોડનારા લોકો 1751 જેટલા છે. ત્યારે 51થી વધુ વાર નિયમો તોડનાર લોકોના લાયસન્સ રદ્દ કરવાની સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.