સુરત: સ્વજનના પરિવારે મહેકાવી માનવતા, અંગોનું દાન કરી 6 વ્યક્તિઓને આપ્યું નવજીવન

By : vishal 06:46 PM, 20 November 2018 | Updated : 06:46 PM, 20 November 2018
કારની ડિક્કી પરથી પડી જતા બ્રેનડેડ થયેલી 21 વર્ષીય ફેશન ડિઝાઈનર યુવતીના હ્રદય સહિતના અંગોનુ દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી છે. ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઈમાં યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. 

સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, વેસુ વિસ્તારમાં આવેલા સ્વસ્તીક વિલા એપાર્ટમેન્ટમાં જાનવી તેજસ પટેલ પરિવાર સાથે રહેતી હતી. ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરી ફેશન ડિઝાઈનર તરીકે કાર્યરત હતી. ગત 17મીના રોજ હેપ્પી હોમ રેસીડન્સી સામે આવેલ એરીસ્ટા બિલ્ડીંગ પાસે જાનવી કારની ડિક્કી પરથી નીચે પડી જતા માથામા ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગઈ હતી. જેથી જાનવીને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 

સારવાર દરમિયાન તેને ડોક્ટરો દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. જાનવી બ્રેનડેડ થવાની માહિતી ડોનેટ લાઈફને થતા ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને જાનવીની માતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પરિવાર અંગોના દાન માટે સંમત થયા હતા. જેમાં હાર્ટ, લિવર, કિડની અને આંખનું દાન સ્વિકારમાં આવ્યું હતું. હૃદયનું દાન સ્વિકારી ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હૃદય મુલુંડમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને 26 વર્ષીય લાલજી ગેડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. 

સુરતમાંથી અત્યાર સુધીમાં 21 હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 15 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 મધ્યપ્રદેશ, અને 1 દિલ્હીમાં હાર્ટ દાન કરવામાં આવ્યા છે.દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી નરેશ મધુભાઈ રાજપરા ઉ.વ.47 અને બીજી કિડની રાંચી, ઝારખંડના રહેવાસી રાકેશકુમાર ચંદ્રમદન ઝા ઉ.વ. 42માં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી જીજ્ઞાબેન વિજયકુમાર પટેલ ઉ. વ. 47માં કરવામાં આવ્યું છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story