સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પતિએ જીવતી સળગાવી દીધી હતી. ત્યારે પતિ મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોતો હતો. જે બાબતે પત્નિએ ઠપકો આપતા મામલો મારામારી સુધો પહોંચ્યો હતો.
સુરતમાં પતિએ મહિલાને જીવતી સળગાવી
પતિ મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોતો હતો જેનો પત્નિએ વિરોધ કર્યો
પતિ-પત્નિ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નિને જીવતી સળગાવી દીધી
ગુજરાતના સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વાત સામે આવી. બંનેના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા
પોલીસે જણાવ્યું કે આરોપી પતિ કિશોર મોબાઈલ પર પોર્નોગ્રાફિક વીડિયો જોતો હતો. જ્યારે તેની પત્ની કાજલે તેનો વિરોધ કર્યો ત્યારે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને પત્નીએ પતિનો મોબાઈલ ફોન તોડી નાખ્યો. આનાથી ગુસ્સે થઈને પતિએ પત્ની પર જ્વલનશીલ પદાર્થ ઠાલવી તેને આગ ચાંપી દીધી હતી. તેનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે ગુસ્સામાં પોતાની જાતને આગ ચાંપી દીધી
આરોપીએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. પરંતુ પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો. પત્ની તેનો વિરોધ કરતી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને તેણે ગુસ્સામાં પોતાની પત્નિને જાતને આગ ચાંપી દીધી. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસે જણાવ્યું કે આરોપી દાગીનાનું કામ કરે છે અને તેની પત્ની કાજલ પટેલ મુંબઈની રહેવાસી છે. આ દર્દનાક ઘટના બાદ કાજલના પરિવારજનો દુઃખી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.