બિલ્ડર પાસેથી પૈસા પડાવવા મામલે શૈલેશ ભટ્ટે PMO ઓફીસ અને CBIમાં કરી લેખિત ફરિયાદ

By : admin 12:51 PM, 14 March 2018 | Updated : 12:51 PM, 14 March 2018
સુરતઃ બિલ્ડર પાસેથી પૈસા પડાવવા મામલે શૈલેશ ભટ્ટે PMO ઓફિસ અને CBIમાં લેખિતમાં ફરિયાદ કરી છે. બિલ્ડરે ગૃહ મંત્રાલયમાં પણ ફરિયાદ કરી છે. ફરિયાદમાં બિલ્ડરે ગાંધીનગરના CBI અને અમરેલી LCBના PI પર આરોપ લગાવ્યો છે.

ફરિયાદમાં CBIના સુનિલ નાયર અને અમરેલીના LCBના PI એ.પી.પટેલનો ઉલ્લેખ કર્યો છે. શૈલેશ ભટ્ટે અમરેલીના SPના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ ફરિયાદમાં બિલ્ડરે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માગ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બિટકોઇન મામલે સુરતના વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ સૌથી મોટો ખુલાસો કર્યો હતો. બિટકોઇન પર ખુલાસો કરતા શૈલેશ ભટ્ટે કહ્યું હતું કે, CBI, કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારુ સ્કેન્ડલ ગોઠવી કરોડો રૂપિયા પડાવ્યા છે.Recent Story

Popular Story