Surat Sessions Court sentences Fenil to death in Grishma murder case
BIG BREAKING /
ફેનિલને ફાંસીએ લટકાવી દેવાશે: ગ્રીષ્મા હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે ફટકારી સજા
Team VTV11:46 AM, 05 May 22
| Updated: 11:58 AM, 05 May 22
સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને ફાંસીની સજા કરી છે
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો આવ્યો
કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી
ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટે જોયો
મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.
વેબસિરિઝ જોઈને ફેનિલે કરી હતી હત્યાઃ સરકાર પક્ષ
સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? ત્યારે આજે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીએ ફેનિલને ફાંસીની સજા ફટકારી છે
ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટે જોયો
સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. કારણ કે, આ હત્યાકેસમાં કુદરત યોગ્ય ઈન્સાફ ઈચ્છતી હોય એમ અનાયાસે ઉતરેલો વીડિયો આજે ન્યાયની દીશામાં મહત્વનો પુરાવો બની ગયો. આ કેસમાં કોર્ટે પણ ન્યાય માટે હચમચાવતા આ વીડિયોને 35 વાર જોયો. આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયાં છે. આ સત્ય પુરાવાઓના આધારે જ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.
ગ્રીષ્માના પરિવારે કડક સજાની કરી માંગ
તમને જણાવી દઈએ કે, સુરતમાં પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર મળતા તે બચી ગયો. પરંતુ હવે ન્યાયની કચેરીમાં તે નહીં બચી શકે. ત્યારે આશા રાખીએ કે, આવા ક્રૂર હત્યારાને ફાંસીની સજા કરી. સમાજમાં આવા તત્વોને કડક ઉદાહરણ પુરુ પાડે.
કોર્ટે 69 દિવસમાં જ દોષિત જાહેર કર્યો
12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.
6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી
6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરેલી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટુ ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે 6 એપ્રિલે પૂર્ણ થઈ હતી.
ગત સુનવણીમાં કોર્ટમાં શું થયું હતું ?
- ફેનિલ 302, 307, 342 સહિતની કલમ અંતર્ગત દોષિત જાહેર
- વીડિયો, પ્રત્યક્ષદર્શીના નિવેદન સહિતના પુરાવા સ્વીકારાયા
- ષડયંત્ર પૂર્વક હત્યા કરાઇ હોવાનું કોર્ટે સ્વીકાર્યું
- કહેવાતા પ્રેમ પ્રકરણના ફોટોથી પ્રેમ પુરવાર થયો નથી
- કોર્ટે બંને પક્ષે પુરતો સમય આપ્યો હતો
- આરોપીને 900 સવાલો સાથે ફર્ધર સ્ટેટમેન્ટ 300 પાનાનું હતું
- પ્રેમ હોય તો હત્યા કરવાનું લાયસન્સ મળતું નથીઃ વકીલ
- આરોપીએ જે શંકા ઉભી કરી તે વ્યાજબી નથીઃ વકીલ
- આરોપી ફેનિલે સજા બાબતે કહ્યું મારે કંઇ કહેવું નથી
- હત્યાનો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો
શું હતી ઘટના ?
હત્યારો ફેનિલ ગોયાણી ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ઘણા દિવસથી ગ્રીષ્માને પીછો કરી રહ્યો હતો. યુવતીએ આ અંગે પોતાના પરિવારજનોને જાણ કરી હતી. જો કે, બદનામીના ડરે પરિવારે પોલીસ ફરિયાદ કરવાનુ ટાળ્યુ હતું.દરમિયાન હત્યારા ફેનિલે યુવતીને હેરાન કરવાનુ ચાલુ રાખ્યુ હતું. ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માએ ફરીવાર પોતાની કાકીને આ અંગે જણાવ્યું હતું. જેથી ગ્રીષ્માના ભાઈ અને તેના મોટાબાપાએ ફેનિલને આ બાબતે ઠપકો આપ્યો હતો. જેને લઈને ફેનિલે ક્રોધમાં ગ્રીષ્માના મોટા બાપાને માર માર્યો હતો. આ દરમિયાન ગ્રીષ્માના મોટાબાપાને બચાવવા જતાં ગ્રીષ્માનો ભાઈ પણ ઘાયલ થયો હતો. ગ્રીષ્મા પણ તેના મોટા બાપા અને ભાઈને બચાવવા બહાર દોડી આવી હતી. ગ્રીષ્મા કઈ કરે તે પહેલા જ ફેનિલે તેને પકડી લીધી હતી. ફેનિલે ગ્રીષ્માને પકડી પરિવારની સામેજ છરી વડે રહેંસી નાખી હતી. અંતે ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી હત્યારો તેની પાસે ઉભો રહ્યો હતો