બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat Sameer Hospital Ambulance driver suicide

સુરત / હું માનસિક બીમાર છું... 3 પોલીસ કર્મી મને ખુબ હેરાન કરે છે' : એમ્બ્યુલન્સના ડ્રાઇવરે પોતાનું ગળું કાપીને કરી આત્મહત્યા

Last Updated: 11:33 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્મીમેર હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરે આપઘાતનો વીડિયો બનાવી 4 શખ્સો સામે આક્ષેપ કર્યા અને બાદ જિંદગી ટુકાવવા જાતે જ બ્લેડ મારી ગળું કાપી નાખ્યું

  • સુરત સ્મીમેર હોસ્પિટલમાં આપઘાત
  • એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો આપઘાત
  • વીડિયોમાં 3 પોલીસકર્મી અને વિજય નામના ઈસમ પર ગંભીર આરોપ

સુરત સ્મીમેર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ડ્રાઇવર ઈમરાને પીએમ રૂમ પાસે માનસિક રીતે બીમાર હોવાનું સ્વીકારી ગળું કાપી નાખ્યું હતું. આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં તેણે પોસ્ટમોર્ટમના પંચનામામાં સહી કરવા બાબતે કંટાળી આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું.

પોલીસ કર્મીઓ સહિત વિજય નામનો શખ્સ પંચનામામાં સહી કરવા દબાણ કરતા
સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો ડ્રાઇવરે આપઘાતનો વીડિયો બનાવી 4 શખ્સો સામે આક્ષેપ કર્યા હતા.3 પોલીસ કર્મીઓ સહિત વિજય નામનો શખ્સ પંચનામામાં સહી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાયો હતો. અને હવે તે માનસિક રીતે બીમાર હોવાનું કહી આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું કબૂલ્યું હતું.જે બાદ  સ્મીમેર મેડિકલ કોલેજના પીએમ રૂમ બહાર જાતે જ ગળુ કાપી નાખ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઈમરાનના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈમરાનની હાલત જોઇ આક્રંદ કરવા લાગ્યા હતા.

વીડિયો બનાવી શું કહ્યું?
આપઘાત પહેલાના વીડિયોમાં ઈમરાન કહી રહ્યો છે કે પોલીસ કર્મચારીઑએ મારી પાસે ડેડ બોડી માટે સાક્ષી પંચનામામાં બે વખત સહી કરાવી હતી.બંને વખત મને કોર્ટમાંથી સમન્સ મળ્યા છે.મારી પાસે હવે કોર્ટમાં જવા માટે રૂપિયા બચ્યા નથી. હું મેડિકલ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું. મારી માનસિક સ્થિતિ સાવ ખરાબ હોવાથી મને કૉઈ  બીજો રસ્તો સૂઝતો નથી. હું હાલમાં 10 કેસમાં કોર્ટમાં તારીખો પર જઈ રહ્યો છું. હું મૃતકને ઓળખતો પણ નથી હોતો.પોલીસે બળપૂર્વક મને સાક્ષી બનાવીને સહી લીધી છે.ત્રણેય પોલીસકર્મીઓ કયા સ્ટેશનના છે તે મને ખબર નથી. વિજય અને ત્રણેય પોલીસકર્મીઓથી ત્રાસી હું આપઘાત કરી રહ્યો છું. હું તેમના ત્રાસથી કંટાળી ગયો છું. બીજા જોડે મારી સાથે થયું તેવુ ન કરે તે માટે અને મને ન્યાય મળે તે માટે ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી વીડિયો બંધ કરી દીધો હતો અને પછી ગળું કાપી આપઘાત કરી લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Ambulance Driver Sameer Hospital Suicide surat આત્મહત્યા આપઘાત એમ્બ્યુલન્સ ડ્રાઇવર પોલીસકર્મી વીડિયો Suicide
Vishnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ