સુરતીઓની દરિયાદિલી, 120 મિનીટમાં મુંબઇની હોસ્પિટલમાં પહોંચાડાયું હ્રદય, 4 લોકોને મળ્યું નવજીવન

By : hiren joshi 10:28 PM, 30 September 2018 | Updated : 10:29 PM, 30 September 2018
સુરતઃ સુરતીલાલાઓની દરિયાદિલી સામે આવી છે. છેલ્લા 34 મહિનામાં 20 હૃદયદાન સુરતના લોકોએ કરીને અન્યને જીવનદાન આપ્યું છે. અંગદાન મહાદાનની કહેવતને સુરતીઓએ પુરવાર કરી હોય તેમ લાગી રહ્યું છે. સુરતની મહિલાને ડોક્ટરોએ બ્રેનડેડ જાહેર કરી હતી અને બાદમાં તેના પરિવારજનોએ તેના અંગદાનનો નિર્ણય લીધો હતો. જેના કારણે અન્ય ચાર લોકોને નવજીવન મળ્યું છે. સુરતમાં અત્યાર સુધી 20 લોકોએ પોતાના હાર્ટનું દાન કર્યું હતું.

સુરતની એક પરિણીતાનું હાર્ટ મુંબઈની એક મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતના ઉધનામાં રહેતી મહિલા બ્રેનડેડ જાહેર કરાઈ હતી. બાદમાં તેનુ હૃદય મુંબઈની એક મહિલામાં ટ્રન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ હૃદય ૧૨૦ મિનિટમાં મુંબઇની હોસ્પિટલમાં પહોંચાડાયું હતું. સોનાલીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ત્યા તેને મૃત જાહેર કરાઇ હતી. 

બાદમાં ડોક્ટરોએ તેમને અંગદાન અગેની માહિતી આપી હતી અને તેમને સોનાલીના અંગનું દાન કરી ચાર લોકોને નવ જીવન આપ્યું હતું. હ્રદયને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલ ખાતે શ્રધ્ધા ક્નોજીયામાં સફળતાં પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તમામ પ્રોસેસ ફાઇનલ થઈ ગયા બાદ સોનાલીના હાર્ટ, કિડની અને લીવરનું દાન કરી 4 જણાને બ્રેનડેડ સોનાલી નવું જીવન આપી ગઈ.સુરતમાંથી પશ્ચિમ ભારતમાં સૌથી નાની ઉંમરના બાળક સોમનાથ સુનીલ શાહનું હૃદય ડોનેટ કરવાનું તેમજ સૌથી નાની ઉંમરની વ્યક્તિ એટલે કે સાડા ત્રણ વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય સુરતને ફાળે જાય છે.

સુરતના બે હૃદય UAE અને યુક્રેનની બે દીકરીઓમાં ધડકી રહ્યા છે. ગુજરાતમાં કુલ ૬ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ થયા છે તેમાંથી ત્રણ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય સુરતને જાય છે. ગુજરાતમાંથી અત્યાર સુધી કુલ ૨૨ હૃદયના દાન થયા છે. જેમાંથી 20 હૃદયના દાન સુરત દ્વારા આપવામાં આવ્યા છે. સુરતમાંથી જે 20 હૃદયના દાન થયા તેમાંથી ૧૩ હૃદય મુંબઈ, ૦૩ હૃદય અમદાવાદ, ૦૧ હૃદય ચેન્નાઈ, ૦૧ હૃદય ઇન્દોર અને ૦૧ હૃદય દિલ્હીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ અવી રહી છે. હવે પોલીસ પણ આ પધ્ધતીનો ભાગ બની રહી છે. હાર્ટની કે કોઈપણ અંગને લઈ જવાતા હોય ત્યારે તેઓ ગ્રીન પેટ્રોલિંગ આપીને કોઈનો જીવ બચાવવામાં ભાગ ભજવે છે.

આમ ડોકટરોની સમજાવટથી લોકો પોતાના સગાવાલાઓને અંગદાન કરવા તૈયાર થાય છે. આ જાગૃતતાના લીધે અનેક લોકોની જીંદગી બચે છે. Recent Story

Popular Story