બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં નરાધમે ત્રણ કિશોરીની કરી છેડતી, આરોપીની કાળી કરતૂત CCTVમાં કેદ, જુઓ વીડિયો
Last Updated: 05:59 PM, 10 December 2024
સુરતમાં દીકરીઓ સુરક્ષિત હોવાના સરકારના દાવાઓ પર ફરી એકવાર સવાલો થઈ રહ્યાં છે. સુરતના અંજના વિસ્તારની અમન સોસાયટીમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમન સોસાયટીમાં રાત્રિના સમયે એક નરાધમ કિશોરીઓની છેડતી કરતો CCTV કેમેરામાં કેદ થયો છે.
ADVERTISEMENT
— jaydeep shah (@jaydeepvtv) December 10, 2024
ઉપર આપેલ વીડિયોમાં નફફટ આરોપી સોસાયટીમાં આવતી કિશોરીઓને વારાફરતી છેડતી કરતો વીડિયોમાં જોઈ શકાય છે. જોકે કિશોરીઓ દૂર જતી રહેતા કંઇ બનાવ થવા પામ્યો નહતો. ત્યારે આ ઘટનાને લઇ આસપાસના લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ક્યારે થશે જાહેર?, સામે આવ્યું સૌથી મોટું અપડેટ, મંત્રીઓને જવાબદારી
પોલીસના જણાવ્યા મુજબ સીસીટીવીની ફૂટેજમાં આરોપી 3 કિશોરીઓને હેરાન કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીના સ્કેચ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.