કોરોના સંકટ /
સુરત રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટરને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય
Team VTV09:31 AM, 26 Jun 20
| Updated: 09:37 AM, 26 Jun 20
દેશભર સહિત ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના આંકડાઓ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધતા કોરોનાના આંકડાઓને લઇને રેલવેના મુંબઇ ડિવિઝન દ્વારા સુરતમાં એક જ શિફટમાં એટલે કે બપોરે 2 વાગ્યા સુધી જ રિઝર્વેશન સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત કોરોનાના કહેર વચ્ચે રેલવેનો નિર્ણય
રેલવે દ્વારા રિઝર્વેશન સેન્ટર બપોર બાદ બંધ કરાશે
રેલવેના મુંબઇ ડિવિઝન દ્વારા લેવાયો નિર્ણય
સુરત શહેરમાં વધતાં કોરોના વાયરસના આંકડાઓને ધ્યાનમાં લઇને રેલવેના મુંબઇ ડિવિઝન દ્વારા રિઝર્વેશન સેન્ટરને લઇને મહત્વનો નિર્ણ લેવામાં આવ્યો છે. શહેરના રેલવે સ્ટેશન ખાતે એક જ શિફ્ટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત શહેરના રેલવે સ્ટેશન ખાતે હવેથી બપોરે 2 વાગ્ય સુધી જ રેલવે ટિકિટિનું રિઝર્વેશન સેન્ટર ખુલ્લું રાખવામાં આવશે. એટલે કે રેલવે દ્વારા હવે શહેરનું રેલવે સેન્ટરનું રિઝર્વેશન એક શિફ્ટમાં ચલાવાનો આદેશ કરાયો છે.
રેલવેના મુંબઇ ડિવિઝન દ્વારા સુરત શહેરમાં એક જ શિફ્ટમાં રિઝર્વેશન સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય સિનિયર DCM દ્વારા લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે.