બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / કાળજું કંપે તેવો પાપાચાર! સુરતમાં 80 વર્ષીય સાસુને વહૂએ માર્યા ગળદાપાટા, વીડિયો વાયરલ
Last Updated: 05:01 PM, 16 January 2025
સુરતના પુણાની માતૃશક્તિ સોસાયટીમાં કળિયુગી વહૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 80 વર્ષના સાસુને વહૂ ઢોર માર મારી રહી છે. ઘરના પેસેજમાં વહૂ સાસુને મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વહૂ સરસ્વતી શેલડિયાએ સાસુ શાંતિબેન શેલડિયાને માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
ADVERTISEMENT
સુરતના પુણા વિસ્તારમાં 80 વર્ષના સાસુને વહુએ ઢોર માર મારતાનો વીડિયો#SuratNews #SuratCrimeNews #MatrashaktiSociety #VahunoDhorMarVideo pic.twitter.com/0c2FX2NY7v
— Dinesh Chaudhary (@DineshVTVNews) January 16, 2025
વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલવાની કામગીરી હાથ ધરાઈ
ADVERTISEMENT
સમગ્ર મામલે જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને NGOને જાણ કરી છે. ત્યારે NGOએ સમગ્ર બાબતની પોલીસને જાણ કરતા પુણા પોલીસે વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. NGO અને પોલીસ વૃદ્ધાને મુક્ત કરાવવા કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: GPSCની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર, હવેથી પરીક્ષાના જવાબના વાંધા આ રીતે લેવાશે
માતૃ શબ્દને કલંકિત કરતી ઘટના
પુણા વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટીમાં માતૃ શબ્દને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જ્યાં એક કળિયુગની વહૂએ માતાને ઘડપણમાં એક અબોલ પશુ સાથે પણ વર્તન કરાય તેવું વર્તન કર્યું છે. આ સમગ્ર મામલે પથંમકમાં ફીટકાર વ્યાપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.