બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ...!' સુરતના મહિલા PSIનો વીડિયો વાયરલ
Last Updated: 06:44 PM, 12 February 2025
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSIનું પાટીદાર સમાજ માટે દર્દ છલકાયું છે. પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા PSIએ પાટીદાર યુવાનો માટે મોટી વાત કરી હતી. PSI ઉર્વીષા મેંદપરાએ કહ્યું કે, પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે.
ADVERTISEMENT
'પાટીદાર યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે'
ADVERTISEMENT
PSI ઉર્વીષા મેંદપરાએ જણાવ્યું કે, 'અમે રોજ પીધેલી હાલતમાં 15ને પકડીએ તેમાં 10 પટેલ હોય છે. આવા લોકોની કોઈ ભણામલ કરે તો પણ નહીં છોડવાના. વધુમાં કહ્યું કે, અમને પાટીદાર યુવાનોને છોડવા માટે ફોન આવે છે પરંતુ આવા લોકો લોકઅપમાં રહેશે તો એમની શાન ઠેકાણે આવશે. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાયબરના કેસમાં 50% પાટીદાર સમાજના લોકોને હોય છે'
આ પણ વાંચો: કોડીનાર નગરપાલિકાના મતદાન પહેલા કોંગ્રેસને ઝટકો, બે ઉમેદવારોએ કર્યા કેસરિયા
'શું કામ આવી રીતે પતન તરફ આગળ વધી રહ્યાં છો?'
ઉર્વીષા મેંદપરાએ કહ્યું કે, પટેલ સમાજે આટલી મોટી નામના મેળવી છે એટલું આગળ વધ્યું છે તો પછી શું કામ આવી રીતે પતન તરફ આગળ વધી રહ્યાં છો? અમારી આજુ બાજુના વ્યક્તિ પણ કહેતા હોય છે કે, તમારો સમાજ છે તમારો સમાજ છે ત્યારે કેટલી શરમ આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.