બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat-Police-Hitch-accused-Death-8-policeman-Wanted

સુરત / પોલીસની શરમજનક હરકત, આરોપીનું મોત થતાં 8 પોલીસકર્મીઓ વોન્ટેડ જાહેર

vtvAdmin

Last Updated: 12:54 PM, 2 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ખટોદરામાં કસ્ટોડીયલ ડેથ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. કસ્ટોડીયલ ડેથ મામલે ડીસીપી સ્પેશિયલ બ્રાંચ તપાસ કરી રહી છે. ડીસીપી ચિંતન તેરૈયા આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે SDM પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. મૃતકનું ફોરન્સિક સાથે પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે.

PIએ આરોપીને માર્યો એવો માર કે પહોંચી ગયો બ્રેઈન ડેડ સ્થિતિમાં, પોલીસની કાર્યાવહી શંકામાં

આ મામલે પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં મારમારવાથી આરોપી ઓમ પ્રકાશ પાંડેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં બ્રેન ડેડ સ્થિતિ બાદ આરોપી ઓમ પ્રકાશ પાંડેનું મોત નિપજ્યું હતું. જેને લઇ હવે ખટોદરા PI એમ.બી. ખીલેરી અને PSI ચૌધરી સહિત અન્ય 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને હાલ ઓમ પ્રકાશ પાંડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.

શનિવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તમામ 8 પોલીસકર્મીઓ ફરાર થઇ ગયા છે. જેમનો અત્યાર સુધી કોઇ અતોપત્તો નથી. જેના કારણે છેવટે તમામ 8 પોલીસકર્મીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીનું મોત થતા હવે આઠ આરોપી વિરુદ્ધ 302ની કલમ લગાવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આરોપીનું મોત થતા હાલ તેના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ