બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / માંગરોળ દુષ્કર્મ કેસમાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા સુરત પોલીસનું ફાયરિંગ, 2ની ધરપકડ, એક ફરાર
Last Updated: 10:39 PM, 9 October 2024
સુરતના માંગરોળના મોટા બોરસરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આરોપીને પકડવા પોલીસે આરોપી પર ફાયરિંગ પણ કર્યું હતું છતાં પણ આરોપી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
1 આરોપી પોલીસ પક્કડથી દૂર
માંડવીના તડકેશ્વર ગામે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફાયરિંગ કર્યું હતું. અત્રે જણાવીએ કે, ત્રણ નરાધમોએ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે 3 આરોપીઓ પૈકી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડયા છે જ્યારે 1 આરોપીને સુરત જિલ્લા પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે.
ADVERTISEMENT
પોલીસે ફાયરિંગ કર્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુન્ના પાસવાન અને શિવ શંકર ચોરસીયા નામના આરોપી ઝડપાયા છે. આપને જણાવી દઈએ કે, ફાયરિંગને લઈ પોલીસ આવતીકાલે ખુલાસા કરે તેવી પણ શક્યતાઓ છે. આરોપી જાડી જાખરાનો લાભ ઉઠાવીને ભાગવા જઈ રહ્યા હતા. જેને લઈ આરોપીને પકડવા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી
ADVERTISEMENT
આ પણ વાંચો: જુસ્સો એવો કે યુવાનોને પણ શરમાવે, ફૂલ સ્કૂર્તિ સાથે ગરબે ઘૂમતા દાદા-દાદીનો વધુ એક Video વાયરલ
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં પણ ફાયરિંગનો બનાવ બન્યો હતો
અત્રે જણાવીએ કે, સુરત જેવો જ બનાવ થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ બન્યો હતો. જેમાં પણ રેપ કેસના આરોપીને પકડવા માટે પોલીસ પહોંચે છે. ત્યારે આરોપી ત્યાંથી નાસી છૂટવાની કોશિશ કરે છે પરંતુ પોલીસ ફાયરિંગ કરે છે. જેમાં આરોપીને ઈજાઓ પહોંચે છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.