મહામંથન / નેતાઓ પર કાર્યવાહી કરવા કોના હાથ બંધાયેલા? શું પોલીસ પર કોઈનું દબાણ?

સુરતની બહાદૂર સુનિતા યાદવની કામગીરીને સૌકોઈ બિરદાવી. તેમણે લીધેલા પગલા પણ યોગ્ય ગણાવ્યા. મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને સુનિતા યાદવે અટકાવ્યા અને કર્ફ્યૂમાં કાર લઈને કેમ નિકળ્યા તેવા સવાલ પુછતા જ માથાકૂટ સર્જાઈ. ઘટનાનો ઓડિયો અને વીડિયો જોરદાર વાયરલ પણ થઈ ગયો. સોશિયલ મીડિયા હોય કે ઈલેક્ટ્રોનિક મીડિયા. તમામ પ્લેટફોર્મ પર સુનિતા સેલિબ્રિટી બની ગયા અને લોકોએ સુનિતાની કામગીરીને વખાણી. તો બીજી બાજુ કેટલાક અપવાદમાં સુનિતા વધારે એગ્રેસિવ થયા હોવાના મત sપણ આપ્યા. સાચુ શું છે અને ખોટું શું છે તે જનતાને ખબર છે. પરંતુ અહીં કેટલાક સવાલ એ થાય છે કે ખાખી બહાદૂર છે તો તેને કોણ ડરાવે છે?. સુનિતા યાદવે મંત્રીના પુત્રને અટકાવ્યો તે ખોટું છે?. કાયદાની રીતે પોલીસ સાચી છે તો રૂકાવટ ક્યાં થાય છે.?. વગદાર લોકો કેવી રીતે કાયદાને નેવે મુકે છે?. ફરજ બધા માટે સમાન છે. તો કોના હાથ બંધાયેલા છે.?. અથવા તો કોણ હાથ બાંધી રહ્યુ છે.?. મંત્રી, MLA, MP હોવાથી કાયદાનો દૂરઉપયોગ કરવાનો પરવાનો મળી જાય છે?.આ સહિતના સવાલો sપર છે આજનું મહામંથન

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ