બ્રેકિંગ ન્યુઝ
Dhruv
Last Updated: 03:13 PM, 21 March 2022
ADVERTISEMENT
સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતી જ જઇ રહી છે. ત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. છતાં શહેરમાં સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કારણ કે, માત્ર 3 દિવસની ડ્રાઈવમાં પોલીસે હથિયાર સાથે 208 શખ્સોને ઝડપી પાડ્યા છે. ચેકિંગ દરમ્યાન અસામાજિક તત્વો પાસેથી 81 હથિયારો મળી આવ્યાં છે.
પોલીસે ઘાતક હથિયારો લઈને ફરતા માથાભારે તત્વોને ઝડપી પાડ્યાં છે. પોલીસે ચપ્પુ સાથે 81 લોકો તો તલવાર, કુહાડી, સળિયા જેવાં હથિયારો સાથે 21 લોકોને ઝડપી પાડ્યાં છે.
લાકડી અને ધોકા જેવાં હથિયારો સાથે 106 શખ્સો ફરતા પોલીસે પકડ્યાં છે.
ADVERTISEMENT
3 દિવસની પોલીસની ડ્રાઈવ દરમિયાન દારૂના 178 કેસ પોલીસે નોંધ્યા છે. રૂ. 6.85 લાખનો દારુનો મુદ્દામાલ પકડ્યો તો 177 આરોપીઓને દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યાં છે. જુગારના 15 કેસ કરીને 3.70 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. 84 જુગારીઓની પણ સુરત પોલીસે ધરપકડ કરી છે. ડ્રાઈવ દરમિયાન 412 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે.
જાણો 3 દિવસની મેગા ડ્રાઇવમાં સુરત પોલીસે કેટલાં હથિયારો જપ્ત કર્યા, કેટલાં ગુનેગારોની ધરપકડ કરી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.