બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : ફરી ખાખી પર લાગ્યો ડાઘ, પોલીસ કર્મચારીઓ પર લાગ્યા ગંભીર આક્ષેપ
Last Updated: 02:29 PM, 17 April 2025
સુરતમાં ફરી પોલીસ કર્મચારીઓ પર આરોપ લાગ્યા છે. આરોપ ખાણી-પીણીની લારી ચલાવતી મહિલા દ્વારા મુકવામાં આવ્યો છે. સારોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર એક મહિલાએ આરોપ મુક્યો છે કે તેણે ફ્રી જમવાનું ન આપતા તેની લારી બંધ કરાવી દેવાની તેને ધમકી આપવામાં આવી.. મહિલાએ આક્ષેપ કર્યો કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો.. મહિલાએ પોલીસ કર્મચારીનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
ગુજરાતમાં વધુ એક ગોઝારો અકસ્માત, ST બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં 5ના મોત
ADVERTISEMENT
વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં ફૂડ સ્ટોલ ધરાવતી મહિલા પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મીને વિનંતી કરી રહી છે કે તે તેમને ફૂડ આપશે પણ તેને લારી બંધ કરાવવાની ધમકી ન આપવી જોઇએ..મહિલા કહે છે કે મહેનતનું કમાઇને હું ખઉં છે તે કહે છે કે બધાની લારી 11 વાગ્યે બંધ કરાવો તો હું પણ 11 વાગ્યે બંધ કરી દઇશ.
સુરતના સારોલી પોલીસની નૈતિકતાને પડકારતો વીડિયો વાયરલ, પોલીસકર્મી પર મહિલાએ લગાવ્યા ગંભીર આક્ષેપ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 17, 2025
(ફ્રી જમવાનું ન આપતા મહિલાને સુરતના સારોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ધમકી આપી હોવાનો મહિલા વીડિયોમાં આરોપ લગાવી રહી છે. સાથે પોલીસકર્મી દારૂના નશામાં હોવાનો પણ મહિલા વીડિયોમાં દાવો… pic.twitter.com/lecFEOpWog
દરમ્યાન મહિલા દાદા કહીને એક પોલીસ કર્મીને સંબોધી રહી હોય છે અને તેણે ( પોલીસ કર્મીએ) દારૂ પીધેલો હોવાનું જણાવી રહી છે. અને સાથેજ તે પોલીસ કર્મીને તેમના પોલીસ સ્ટેશનનું નામ આપવા પણ કહે છે.. બીજી તરફ પોલીસકર્મીઓ મહિલાનો આક્રમક મિજાજ ભાળીને કે પછી વીડિયો ઉતરતો હોય તે જોઇને કારણ ગમે તે હોય પરંતુ મહિલાને શાંત પાડતા જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.