સુરત જીલ્લામાં નકલી સોનું આપી છેતરપીંડી કરી લોકોને ઠગતી ગેંગને 100 ગ્રામ સોના સાથે પકડી પાડતી નડીઆદ LCB ગ્રાહકોને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી પહેલા અસલી સોનું બતાવી બાદમાં સોદો થયા સમયે નકલી સોનું પધરાવી છેતરપિંડી કરતા હતા. જોકે ખેડા જીલ્લામાં આવી છેતરપીંડી કરતા પહેલા જ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ચારેય શખ્સોએ રાજ્યમાં અસલીના નામે નકલી સોનુ પધરાવ્યું
નકલી માલ વેચવા ગયા અને ઝડપાઈ ગયા હતા
ખેડા જીલ્લામાં પોલીસે ચારેય શખ્સની ધરપકડ કરી
ચારેય શખ્સ જે લોકોને એવું કહેતા હતા કે 'અમારી પાસે સસ્તુ સોનું છે. રાતો રાત સોનુ સસ્તું થયું છે, એક રાતમાં માલ કાઢવાનો છે, ઉપરથી બહુ પ્રેશર છે, સસ્તા સોનાની બહુ આવક છે. જો તમારે જોઈતું હોય તો અમને મળો.' આવી વાતો કરીને સસ્તામાં સોનુ વેચતા હતા. જોકે માલ વેચવા ગયા અને ઝડપાઈ ગયા હતા.
ચાર શખ્સો અસલીને નામે નકલીનો વેપાર કરતા હતા. લોકોને અસલી સોનુ બતાવી નકલી સોનુ આપતા હતા. ખેડા એલસીબીને બાતમી મળી હતી કે મહેમદાવાદ અમદાવાદ રોડ ઉપર એક હોટેલમાં કેટલાક ઈસમો મહારાષ્ટ્રના કોઈ ઈસમને અસલી સોનું બતાવી રહ્યા છે અને તેઓ ત્યારબાદ નડીઆદ તરફ આવી રહ્યા છે જે બાતમી આધારે એલસીબીએ ચેકિંગ હાથ ધરી બે સ્વીફ્ટ કારને રોકી ચાર ઈસમોને 100 ગ્રામ સોનાના બિસ્કીટના 15 લાખ 44 હજાર 400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
કોની કોની ધરપકડ થઈ ?
આ ચાર ઇસમની ઠગ ગેંગ પહેલા અસલી સોનું બતાવી સોદામાં નકલી સોનું પધરાવવાની ચપટીમાં નાસી જતા હતા. ગઈકાલે આ ચારેય શખ્સ નકલી સોનુ કોઈને પધારાવે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી કેવલ દાલચંદ જૈન (રહે,સમારખા), નજીર ઉર્ફે હાજી હુસેનભાઈ મલેક(રહે,ગ્રીનપાકા સોસાયટી આણંદ), ઈરફાન ઉર્ફે બાટલી યુસુફભાઈ પટેલ(રહે અછોદ ભરૂચ) અને હનીફ નિઝામ પઝાણ(રહે,આછોદ ભરૂચ) આ ચારેય શખ્સની ધરપકડ કરાઇ છે. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે, અગાઉ ક્યાં ક્યાં તોડ કર્યો છે અને આરોપીની સાથે અન્ય કોઈ છે કે નહીં.