બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરત PCBને મોટી સફળતા: રૂ. 6 કરોડના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો જથ્થો

ધરપકડ / સુરત PCBને મોટી સફળતા: રૂ. 6 કરોડના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો જથ્થો

Last Updated: 03:03 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ડુપ્લીકેટ પ્રોડક્ટનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત પીસીબી ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતમાં ડુપ્લીકેટ પ્રોડક્ટનો મોટો જથ્થો ઝડપવામાં પીસીબીને સફળતા મળી છે. પીસીબીએ ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો. પોલીસ તપાસમાં 5 આરોપીનાં નામ ડુપ્લીકેટ કાંડમાં ખુલ્યા છે. પોલીસે 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેમજ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

પડકાયેલા આરોપીઓ

પોલીસે સંજય શર્મા, સંદીપ નૈણ, વિશાલ જૈનની ધરપકડ કરી છે. જ્યારે અનિલ યાદવ અને મહાવીર નૈણને વોન્ટેડ જાહેર કરાયા છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટનાં ક્રિયા લોજિસ્ટિકનાં ગોડાઉનમાંથી ઝડપાયો હતો.

ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ છે

ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૪ થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય સરકાર દ્રારા કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતના તમામ શહેરો અને ગામોમાં ગલીએ ગલીએ પાન મસાલાની દુકાનો અને ગલ્લાઓ છે. તેનુ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ છે. વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છત્તા કોઈને જાણે તેનો ડર નથી. અધિકારીઓએ પણ જાણે આંખે પાટા બાંધી દીધા હોય એવી સ્થિતી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાહેર કરાયુ છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.

વધુ વાંચોઃ આખરે ઘટશે વરસાદનું જોર! હવે આ તારીખ સુધી ગુજરાતીઓએ મેઘરાજાની રાહ જોવી પડશે

સરકારની આ જાહેરાત સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આટલા વર્ષોથી માત્ર જાહેરાતો કરાય છે પણ માલ ગુટખાનુ વેચાણ કે સંગ્રહ કરનારા પૈકીના કેટલા સામે શું કાર્યવાહી કરી તેનો કોઈ જ વિગતો જાહેર કરાતી નથી. એટલુ જ નહી, ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યુ હોવા છત્તા તને અટકાવાતુ નથી. એટલુ જ નહી, જાહેર માર્ગો ઉપર સ્મોકીંગ કરવા પર પ્રતિબંધ છે. આમછત્તા જાહેર માર્ગો પર અનેક યુવાનો-યુવતિઓ અને વયસ્ક લોકો સિગારેટ ફૂંકી રહ્યા હોય છે છત્તા કોઈ જ કાર્યવાહી કરાતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Red Duplicate Quantity Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ