Team VTV02:32 PM, 21 Aug 20
| Updated: 02:34 PM, 21 Aug 20
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં ફરી ખાડીપૂરનું સંકટ જોવા મળ્યું છે. શહેરમાં આવેલ પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયેલું જોવા મળ્યું છે. જો કે તંત્રની કાર્યવાહીને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે નેતાઓ અહીં આવે છે અને ગાદલા નાંખીને સૂતા રહેતા હોય છે.
સુરતનું પાંડેસરા બેટમાં ફેરવાયું
તંત્રની કાર્યવાહીને લઇને લોકોમાં રોષ
પાંડેસરા વિસ્તારના રહેવાસીઓએ તંત્ર પર આક્ષેપ કર્યો છેકે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે.
પાંડેસરાના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે રજૂઆત કરી ત્યારે સ્થાનિકોએ કહ્યું કે નેતાઓ અહીં આવે છે અને ગાદલા નાંખીને સૂતા રહેતા હોય છે, પછી ભલે ગરીબ મરી જાય, તો પણ અહીં સુધી જોવા આવતા નથી. આમ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સાથે નેતાઓ સામે પણ રોષ જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ભારે વરસાદના કારણે પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયેલું જોવા મળ્યું છે. ત્યારે લોકોનું સતત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ફાયરની ટીમે બોટ દ્વારા રેસ્કયૂ કર્યું.
પાંડેસરા ગામ બેટમાં ફેરવાયું
સુરતમાં ફરી ખાડીપૂરનું સંકટ છે. સુરતનું પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. પાંડેસરાના ક્રિષ્નાનગર, શિવમનગર પણ પાણીમાં ડૂબી ગયું છે. મોટાભાગના લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે મનપાની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોએ પહોંચી. સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.