Team VTV12:47 PM, 21 Aug 20
| Updated: 02:33 PM, 21 Aug 20
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને રાજ્યના અનેક જિલ્લાઓની નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરમાં ફરી ખાડીપૂરનું સંકટ જોવા મળ્યું છે. શહેરમાં આવેલ પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયેલું જોવા મળ્યું છે. જેને લઇને લોકોનું સતત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હજુ પણ અંદાજે 500 જેટલા ઘરમાં પાણી છે.
સુરતનું પાંડેસરા બેટમાં ફેરવાયું
લોકોનું સતત કરાય રહ્યું છે સ્થળાંતર
500 જેટલા ઘરમાં હજુ પણ પાણી
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ભારે વરસાદના કારણે પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયેલું જોવા મળ્યું છે. ત્યારે લોકોનું સતત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ફાયરની ટીમ બોટ દ્વારા રેસ્કયૂ કરી રહી છે. આ સાથે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાંડેસરા ગામ બેટમાં ફેરવાયુ
સુરતમાં ફરી ખાડીપૂરનું સંકટ છે. સુરતનું પાંડેસરા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. પાંડેસરાના ક્રિષ્નાનગર, શિવમનગર પણ પાણીમાં ડૂબી ગયું છે. મોટાભાગના લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારે મનપાની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોએ પહોંચી. સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. અને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.