આતંકી ફંડિંગ મામલો: NIAની ટીમે દક્ષિણ ગુજરાતમાં તપાસનો શરૂ કર્યો ધમધમાટ

By : kavan 09:26 AM, 25 January 2019 | Updated : 09:51 AM, 25 January 2019
સુરત: આતંકવાદી સંગઠનો કરવામાં આવતા ફંડિંગ મામલે NIAએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં NIAએ દરોડા પાડ્યા છે. અહીં ફ્લાઈ-એ-ઈન્સાનીયર ફાઉન્ડેશન દ્વારા ફંડિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન NIAને કેટલાક નાણાકીય વ્યવહારના દસ્તાવેજો પણ મળ્યા છે. તો આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સમગ્ર ફંડિંગ દુબઈથી કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

આ મામલે સુરતના વેપારી નદીમ પાનવાળાની બેંક વિગતો મેળવવામાં આવી છે અને નાણાકીય વ્યવહારના દસ્તાવેજ જપ્ત કરાયા છે. તો વલસાડના આરીફ નામના શખ્સને NIAએ દિલ્લીની કચેરીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. આ સમગ્ર ખુલાસો જયપુરથી ઝડપાયેલા મહમ્મદ હુસેનની પૂછપરછમાં થયો છે. તો આ હવાલા કૌભાંડમાં 8 લોકોની સંડોવણીના પણ પુરાવા મળ્યા છે.

શ્રીનગરમાંથી પણ એકની કરાઇ છે ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે સવારે શ્રીનગરથી હિઝ્બુલ મુધાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના દીકરા સૈયદ શકીલ અહમદને એના ઘરમાંથી ધરપકડ કરી છે.

આ ધરપકડ આતંકી ફંડિંગ મામલે કરવામાં આવી છે. એનઆઇએ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર એનઆઇએએ એમના ઘરે પહેલા દરોડા પાડ્યા, જ્યાંથી એમને કોઇ ચોંકાવનારા દસ્તાવેજ મળ્યા એના આધાર પર સૈયદ શહીલ અહમદની ધરપકડ કરવામાં આવી. 

સૂત્રો પાસેથી મળતી જાણકારી મળી છે કે સૈયદ શકીલ અહમદને એનઆઇએ પોતાની વાત કહેલા 3-4 વખત તક આપી. પરંતુ એને 2011ની અંદર ટેરર ફંડિંગના કેસ મામલે કોઇ પણ જાણકારી તપાસ એજન્સીને આપી નહીં. 

જાણવા મળી રહ્યું છે કે એની પાસે મની ટ્રાન્ઝેક્શન અને વિદેશોમાં હાજર સૈયદ અલાઉદ્દીનના દીકરાઓના એન્કાઉન્ટર માટે વિસ્તૃત જાણકારી આપી. જણાવી દઇએ કે આ પહેલા પણ એનઆઇએ સલાઉદ્દીનના એક પુત્રની ધરપકડ થઇ ગઇ છે. ગત વર્ષે NIAએ સૈયદ શાહિદને મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે દિલ્હીથી તિહાડ જેલમાં બંધ છે. Recent Story

Popular Story