Surat New Motor Vehicle Act People use City Bus and BRTS Bus
ટ્રાન્સપોર્ટેશન /
સુરતીઓ ડર્યા કે સુધર્યા? ટ્રાફિક દંડ વધતાં CityBus અને BRTSમાં મુસાફરોની સંખ્યા અધધ...વધી
Team VTV10:05 AM, 17 Oct 19
| Updated: 10:31 AM, 17 Oct 19
રાજ્યભરમાં નવા મોટરવ્હીકલ એક્ટના કાયદોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને હવે રાજ્યની જનતા માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળતા જોવા મળી છે. જેમાં સુરત શહેરની વાદ કરીએ તો મોટરવ્હીકલ એક્ટ બાદ સીટી બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
સુરત સીટી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો
સીટી બસોમાં મુસાફરોની સંખ્યામાં 25 હજારનો વધારો
કાયદાના કડક અમલ બાદ લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા
લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યાં
રાજ્યમાં લાગૂ કરવામાં આવેલા નવા મોટરવ્હીકલ એક્ટના કારણે હવે લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યાં છે. આમ નવો કાયદો અમલ કરતાં રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટેશનને ફાયદો જોવા મળી રહ્યો છે.
સુરતની સીટી બસમાં મુસાફરોની સંખ્યામાં થયો વધારો
નવા મોટરવ્હીકલ એકટના કડક કાયદાનો અમલ કરવામાં આવતાં સુરત ખાતે સીટી બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેમાં સીટી બસમાં મુસાફરોની સંખ્યામાં 25 હજારનો વધારો થયો છે.
સીટી બસની રોજિંદી આવક વધી
સુરત શહેરમાં સીટી બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સીટી બસની રોજિંદી આવક વધી છે. જેમાં સીટી બસની રોજિંદી આવકમાં 2 લાખ 25 હજારનો વધારો થયો છે.
BRTS કરતાં સીટી બસમાં મુસાફરોની સંખ્યા વધી
સુરત શહેરમાં લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યાં છે. ત્યારે BRTS ના બાર રૂટ પર 1 લાખ 5 હજાર મુસાફરો વધ્યાં છે. જ્યારે સીટી બસના 42 રૂટ ઉપર સવા લાખ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.