સુરત / BRTS અને સિટી બસના અકસ્માત મામલે મનપાની નીતિ છે 'જવાબદાર'

સુરતમાં દિવસે દિવસે BRTS અને સિટી બસના અકસ્માત વધી રહ્યા છે. અકસ્માત માટે મનપાની નીતિ જવાબદાર હોય તેવુ લાગી રહ્યુ છે. સિટી બસ સમયસર બસ નહીં પહોંચતા ડ્રાઈવરને પેનલ્ટી ભરવાનો વારો આવે છે. પેનલ્ટીથી બચવા માટે ડ્રાઈવરો બેફામ બસ ચલાવે છે. બેફામ બસ હંકારવાના પાછળનું કારણ પેનલ્ટીનુ પ્રેશર સામે આવ્યુ છે. ઘણી વખતે બસ સમયસર ન પહોંચીને મોડા પહોંચતા કેટલીક ટ્રીપ રદ પણ કરવામાં આવે છે. દરરોજ 20 જેટલી ટ્રીપ રદ કરવામાં આવે છે. રદ થયેલી ટ્રીપનું પેમેન્ટ એજન્સીને ચુકવવામાં આવતુ નથી. ટ્રીપ રદ ન થાય જેના કારણે ડ્રાઈવરો બેફામ રીતે બસ ચલાવે છે. શહેરમાં દરરોજ 9 હજાર જેટલી ટ્રીપ ચાલે છે. અને બેફામ બસના કારણે અત્યાર સુધી 54 લોકોના મોત થયા છે. છેલ્લા 4 દિવસમાં સુરતમાં સિટી બસ અને BRTSની પાંચ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. બસના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ