રાજકોટ, અમદાવાદ, વડોદરા બાદ સુરત મનપાએ પ્લાસ્ટિકના પાઉચ પર લગાવ્યો પ્રતિબંધ

By : krupamehta 02:10 PM, 13 June 2018 | Updated : 02:10 PM, 13 June 2018
સુરત: રાજ્યમાં મહાનગરપાલિકાઓ દ્વારા પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરતમાં પણ મનપા દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  

સુરતમાં તમામ પ્રકારના જોખમકાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પહેલા રાજકોટ, અમદાવાદ, વડોદરામાં પણ પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે સુરતમાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મોટાભાગના શહેરો અને ગામડાઓમાં પાણીના પાઉચનો ઉપયોગ સખત રીતે વધ્યો છે. લોકો પાણીના પાઉચનો ઉપયોગ કરી જાહેર સ્થળો પર જેમ ફાવે તેમ કોઇપણ જગ્યાએ ફેંકતા હોય છે.

બેફામ રીતે થયેલા પ્લાસ્ટીકના ઢગલાને કારણે શહેરની સ્વછતા જોખમાય છે. તેમજ આવા પ્લાસ્ટિક પશુઓના પેટમાં જવાથી અનેક સમસ્યાઓ ઉદભવે છે. પ્લાસ્ટીકના કારણે પશુઓના મોત પણ નિપજ્યા છે તથા ઓપરેશન સમયે કેટલાય કિલો પ્લાસ્ટીકનો જથ્થો પણ મળી આવ્યો છે.Recent Story

Popular Story