બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / શંકાસ્પદ મોત કે સામૂહિક આપઘાત? સુરતમાં એક જ પરિવારના 4 લોકો સવારે જાગ્યા જ નહીં, કારણ અકબંધ

દુ:ખદ / શંકાસ્પદ મોત કે સામૂહિક આપઘાત? સુરતમાં એક જ પરિવારના 4 લોકો સવારે જાગ્યા જ નહીં, કારણ અકબંધ

Last Updated: 12:05 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી છે.

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં 4 લોકોએ સાામૂહિક આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ ઘટના અંગે પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુથી અરેરાટી ફેલાઈ ગઈ છે. રાત્રે સૂતા બાદ સવારે પરિવાર જાગ્યો નહીં. મૃત્યુનું કારણ હાલ અકબંધ છે. તપાસ ચાલુ છે.

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાજન રેસિડેન્સીમાં એક ઘરમાં 4 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ છે. મૃતકોમાં એક દંપતિ અને 2 સાળીના મૃત્યુ થયા છે.

સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ?

માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. રાતે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં. એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી. જયારે પાડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો: તો સુરતમાં આ લોકોના લાયસન્સ રદ કરાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો કડક કાર્યવાહીનો આદેશ

માહિતી અનુસાર, મૃતકોમાં 3 મહિલાઓ સગી બહેનો છે, જેમના નામ શાંતાબેન, જશુબેન અને ગૌરીબેન છે. ગઈરાતે જશુબેનના પુત્ર મુકેશ વાઢેલના ઘરે જ પરિવાર જમવા ગયો હતો. ત્યારે આ આત્મહત્યા છે કે મૃત્યુ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Suspicious Death Surat Mass Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ