surat limbayat: abortion bhrun was thrown by a clinic nurse, Video
SHORT & SIMPLE /
VIDEO : લિંબાયતમાં મૃત નવજાત મળવા મામલે ઘટસ્ફોટ: ક્લિનિકની નર્સે જ એબોર્શન કરાયેલા ભૃણને ફેંકી દીધું, જુઓ CCTV
Team VTV07:05 PM, 21 Mar 23
| Updated: 07:06 PM, 21 Mar 23
સુરતના લિંબાયતમાં મૃત નવજાત મળ્યા મામલે મોટો ખુલાસો થયો છે. ક્લિનિકની નર્સ દ્વારા એબોર્શન કરાયેલા હવામાં ફેંકવામાં આવ્યું હતું.
સુરતના લિંબાયતમાં મૃત નવજાત મળ્યા મામલે ખુલાસો
એબોર્શનથી બાળક કાઢી નખાયા હોવાનો ખુલાસો
ક્લિનિકની નર્સ દ્વારા ભૃણને હવામાં ફેંકવામાં આવ્યું હતું
લીંબાયત પોલીસે CCTVના આધારે ઉકેલ્યો ભેદ
રાજ્યમાં માનવતાને લજ્જાવે તેવા કેસો આજકાલ સામે આવી રહ્યાં છે. હાલમાં જ નડિયાદમાં એક 11 વર્ષની સાવકી દીકરી પર પિતાએ પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યા હોવાના પોસ્કો કેસનો ચૂકાદો આવ્યો. તો હવે સુરતનાં લીંબાયતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયતમાં તાજાં જન્મેલાં મૃત નવજાત મળ્યાનો મામલો સામે આવ્યો છે.
ચોંકાવનારો વીડિયો આવ્યો સામે
લીંબાયતનાં રણછોડ નગરમાં આવેલી ક્લિનિકનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. માહિતી અનુસાર એબોર્શનથી કાઢી નાંખવામાં આવેલું તાજાં જન્મેલાં મૃત નવજાતને ક્રૂરતાથી ત્યજવામાં આવ્યું. વીડિયોમાં જોવા મળે છે કે
ક્લિનિકની નર્સ દ્વારા જ એબોર્શન કરાયેલા ભૃણને હવામાં ફેંકવામાં આવ્યું હતું. આ મૃત નવજાતને ખાડી કિનારે આવેલ ટાઇલ્સના વેસ્ટ રૂમમાંથી મળી આવ્યું હતું.
સુરતના લીંબાયતમાં મૃત નવજાત મળ્યા મામલે ખુલાસો, ક્લિનિકની નર્સ દ્વારા જ એબોર્શન કરાયેલા ભૃણને ફેંકવામાં આવ્યું હતું#Surat#Abortion#VtvGujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 21, 2023
પોલીસે ઉકેલ્યો મામલો
આ અંગે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે ગુનો ઉકેલ્યો હતો. ક્લિનિકની નર્સ કે જેણે આ નવજાત ભૃણને ફેંક્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે.