બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ઘોર કળિયુગ! ભાણેજે જ મામાના ઘરમાં કર્યો હાથફેરો, એ પણ નાની મોટી ચોરી નહીં, આંકડો જાણી ચોંકી જશો
Last Updated: 09:33 PM, 11 February 2025
'ઘર ક ભેદી લંકા ધાયે' આ કહેવત તો આપ સૌ સાંભલીજ હશે, અને તેના દાખલ પણ જોયા હશે ત્યારે આજ કહેવત સાર્થક સગા ભાણેને કરી બતાવી છે. સુરત જિલ્લા ના કીમ ગામ નજીક પૂર્વ વિસ્તારમાં ધર્મભક્તિ એપાર્ટમેન્ટમાં ૩૦૩ ફ્લેટ નંબરમાં ઉજ્જવલ તોમર પોતાના પરિવાર સસ્થે રહે છે. ગત તારીખ ૫ ના રોજ તેઓ પોતાના વતન કામ અર્થે ગયા હતા. નજીકમાંજ રહેતા ઉજ્જવલ ના ભાઈએ ઘરની તૂટેલી બારી કબાટ નો સર સામાન અસ્તવ્યસ્ત હાલત માં જણાતા ઘરમાં ચોરી થયું હોવાનુ જણાયું હતું.
ADVERTISEMENT
પ્રથમ તો ઘર મલિક ઉજ્જવલ ને ચોરી અંગે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જેઠી ઘરનું લોકર તોડી તેમાંથી રોકડ રકમ તેમજ ઘરેણાં મળી 5.73 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની જણતા પોલીસે તપાસ નો ધમધમતા શરૂ કર્યો હતો. ચોરી ની એમ.ઓ પરથી પરિવાર અને પોલીસને કોઈ જાણભેડું દ્વારાજ ઘટનાને અંજામ અપાયું હોવાનું તપાસ માં જણાય આવતું હતું. જેથી તેમન પડોશી તેમજ ઘરે આવ જાવ કરતા સગા સંબંધી ઓની હિલચાલ ગતિવિધિઓ પોલીસ ઝીણવટ બાઝ નજર રાખી રહી હતી. અને માહિતી આધારે ચોરીના ગુનામાં ફરિયાદીના સગા ભાણેજ અને તેના સાગરીત ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
આરોપી ક્રિષ્ના ઉપાધ્યાય મામા ને ત્યાં અવારનવાર ઘરે આવ જાવ કરતો ઘરની પરિસ્થિતિ થી તે પણ વાકેફ હતો. ક્રિષ્ના એ તેના સાગરીત સાથે મળી ને ચોરી ની ઘટના ને અંજામ આપવાનો પ્લાન ઘડી નાખ્યો, કબાટ નું લોકર તોડી રોકડ રૂપિયા ઘરેણાં મળી લાખો નો મુદ્દમાલ તફડાવ્યો અને ઘર નો સમાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો પોલીસ ને ગુમરાહ કરવા માટે બંને શખ્સોએ ઘરની આગળના ભાગની બારી નો કાચ તોડી નાખ્યો હતો જેથી આ ચોરી કોઈ રીઢા ગુનેગારોએ ચોરી ને અંજામ આપ્યું તે સાબિત થઈ શકે. પરંતુ આરોપીઓ એ ભૂલી ગયા કે ભાગ્યેજ કોઈ એવો ગુનેગાર હોય જે ગુનો આચરી પોલીસ પકડ થી દુર રહી શક્યો હોય.
વધુ વાંચોઃ મમતા કાર્ડ યોજનામાં કૌભાંડ? 5-5 વર્ષ થઇ ગયા, છતાંય સગર્ભા મહિલાઓને લાભ ન મળ્યાના આક્ષેપ
પોલીસે આરોપી ચોર ભાણેજ અને તેના સાગરીત ને ઝડપી પાડી 3 લાખ જેટલો મુદ્દામાલ વધુ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે વધુ મુદ્દમાલ રિકવરી તપાસ અર્થે રીમાંડ મેળવી કાર્યવાહી હાથધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.