સુરત: કારંજના BJP ના વધુ એક ધારાસભ્ય રેતી ચોરીમાં ઝડપાયા

By : krupamehta 12:36 PM, 17 September 2018 | Updated : 12:36 PM, 17 September 2018
કારંજ: ભાજપના વધુ એક ધારાસભ્ય રેતી ચોરીમાં ઝડપાયા છે. ખનીજ વિભાગે સુરતના કારંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને રેતી ચોરી કરવાના મામલે 80 લાખ 52 હજારનો દંડ ફટકાર્યો છે. 

આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર સુરતના કારંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ નવાપુરમાં લીઝ રાખી હતી. ધારાસભ્યના બ્લોકમાંથી 33.966 ટન રેતી રોયલ્ટી ભર્યા વિના જ લઇ જવાતી હતી. આ દરમિયાન ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખનીજ વિભાગે દરોડા પાડીને ખોદકામ કરવાનું મશીન મળી આવ્યુ છે. 

આ મામલે ખનીજ વિભાગ દ્વારા ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીના વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે રેતી ચોરી પ્રકરણને ઠંડુ પાડવા માટે રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. ધારાસભ્યને ફટકારવામાં આવેલો દંડને માફ કરવામાં આવે અથવા દંડ ઓછો થાય તે માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.

ખનીજ વિભાગના અધિકારીઓએ ધારાસભ્યના બ્લોકના બાજુમાંથી પણ રેતી ચોરી ઝડપી પાડી હતી.. આ બ્લોકના માલિકને  ખનીજ વિભાગે 1કરોડ 36 લાખનો દંડ ફટકાર્યો છે.Recent Story

Popular Story