બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ ઉકેલવા જીકા કંપનીના અધિકારીઓ ખેડૂતો સાથે કરશે ચર્ચા

By : kavan 10:14 AM, 07 December 2018 | Updated : 10:34 AM, 07 December 2018
સુરત: બુલેટ ટ્રેન પ્રસ્થાન અને ખેડૂત જમીન વિવાદ વચ્ચે જીકા કંપનીના અધિકારીઓ સુરત શહેરની મુલાકાત લેશે. જીકા કંપનીના અધિકારીઓ નવસારી અને સુરત શહેરના ખેડૂતોના મંતવ્યો બેઠકમાં સાંભળશે અને તેની યાદી કંપનીના ઉપરી અધિકારીઓને સોંપશે.મહત્વનું છે કે, જમીન સંપાદન પ્રક્રિયામાં વિવાદ ઉભો થતા ખેડૂતોએ સરકારને રજૂઆત કર્યા બાદ જીકા કંપનીને પણ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખી કંપનીના અધિકારીઓ આજે સુરતમાં ખેડૂતો સાથે બેઠક યોજશે.
  આપને જણાવી દઇએ કે, ખેડૂતો દ્વારા જમીન વિવાદ મામલે જાપાન સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. એક ખેડૂતોએ ઝીકા બેન્કનો સંપર્ક કર્યો છે. ખેડૂતો દ્વારા ઝીકા બેન્કને જણાવામાં આવ્યું કે સરકાર જમીન સંપાદન સમયે હિતનું ધ્યાન રાખતી નથી. હાઇકોર્ટમાં ખેડૂતોના હિતની અરજી ચાલતી નથી. ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ભારતમાં જાપાનના રાજદૂતને પ્રભાવિત ખેડૂતો મળશે. 

આપને જણાવી દઇએ કે, હજાર ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં એક પીટીશન પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર જમીન સંપાદનને લઈને ખોટી વાત ફેલાવી રહી છે. ખેડૂતોએ જણાવ્યુ હતું કે જમીન સંપાદનના કાયદાનું પાલન થઈ રહ્યું નથી. એક હજાર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. Recent Story

Popular Story