ખુલાસો / સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના કૌભાંડમાં કેમિસ્ટ એસોશિયેશને કર્યો મોટો ધડાકો

Surat injection scam chemist association civil hospital

સુરત શહેરમાં ટોસિલિઝુમાબ ઇન્જેકશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેકશનની કાળાબજારી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવેલી બંને કંપનીઓને લઇને સુરત શહેરના કેમિસ્ટ એસોસિયેશને ખુલાસો કર્યો છે કે આ બંને કંપનીઓ કેમિસ્ટ એસોસિએશનના સભ્યા નથી. આમ હાલ ઇંજેકશન કૌભાંડમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. આ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જો કે અમદાવાદ સિવિલના સુપ્રીટેન્ડેન્ટે આ અંગે સ્પષ્ટતા કરી કે તે સિવિલનો કર્મચારી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ