ઘટસ્ફોટ / ચોંકાવનારો ખુલાસો : સુરતમાં 15 હજાર જેટલા પોઝિટિવ હોવાનો દાવો છતાં તંત્ર નથી કરી રહ્યું ટેસ્ટ !

surat increases number of rapid corona test instead of rt pcr

કોરોના વાયરસના કારણે ભારતમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં શરૂઆતમાં અમદાવાદમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો અને બાદમાં સુરત અને સૌરાષ્ટ્રમાં પણ ઉત્તરોતર કેસમાં વધારો થતો ગયો. ગઈકાલે ભારતનાં દસ રાજ્યોનાં સીએમ સાથે બેઠકમાં પીએમ મોદીએ પણ ગુજરાત સરકારના કાન આમોળ્યા હતા અને ગુજરાત સહીતના અમુક રાજ્યોને ટેસ્ટિંગ વધારવા સૂચના કરાઈ હતી છતાં ગુજરાત સરકારને કોરોના કેસ પકડવામાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધુ દર્શાવવા માટે માત્ર રેપિડ ટેસ્ટની સંખ્યા વધારી દેવાનો કીમિયો અપનાવવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ