સુરત: ડાયમંડ સીટીમાં હિરાની ચમક ઘટી, કેટલાક રત્ન કલાકારોનો વિરોધ

By : vishal 06:46 PM, 05 December 2018 | Updated : 06:46 PM, 05 December 2018
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચમક ઓછી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. હાલમાં ચાલી રહેલી મંદીને કારણે માલિકો દ્વારા કારીગરો ને છુટા કરવામાં આવી રહ્યા છે ક્યાં તો તેમને આપવામાં આવતી મજૂરી ઓછી કરવામાં આવી રહી હોવાની વાત કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે માલિકો કઈક અલગ જ વેટ કરી રહ્યા છે.

ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં હાલ હીરાની ચમક ઓછી જોવા મળી રહી છે. મંદીના માહોલમાંથી હાલ હીરા બજાર પસાર થઈ રહ્યું છે. ત્યારે કેટલાક કારખાનામાં પગાર ઓછા કરવા સહિત કારીગરોને છુટા કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે.

ત્યારે હાલ ધમેલીયા બ્રધર્સ ખાતેથી કારીગરો ઓછા પગરને કારણે બહાર આવી ગયા હતા અને કારીગરો દ્વારા આ મામલે પોલીસનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે આ કંપનીમાં 6000 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. ત્યારે 200થી 300 જેટલા કારીગરોને આ પ્રોબ્લેમ થયો છે બાકીના કારીગરો કંપનીમાં કામ કરી રહ્યા છે અને મળી રહેલા પગારથી તેઓ ખુશ હોવાનું જણાવી રહ્યા છે તો કેટલાક નારાજ કારીગરો કંપની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

સુરત ખાતે આવી રહેલી કારીગરો ની ફરિયાદને જાણવા અમારી ટિમ આજે હીરા કારખાનની મુલાકાતે પહોંચી હતી. જેમાં કેટલીક હકીકતો સામે આવી હતી માલિકો દ્વારા પગાર ઘટાડાની વાત સામે તેમના દ્વારા મંજૂરીની ભાવ પત્રક રજૂ કરાયું હતું. ઉપરાંત કંપનીમાં કામ કરતા બીજા કારીગરો સાથે થયેલી વાતચીતમાં પણ કાશે એવું જણાયું ન હતું કે, કારીગરોને તકલીફ હોય પરંતુ હાલ ચાલી રહેલી મંદીમાં કારીગરો પણ થોડું સમજી લે તો કદાચ કંપની પણ તેમને સારા સમયમાં વળતર આપી શકેRecent Story

Popular Story