હાલાકી / સુરત જિલ્લામાં ભારે વરસાદ, નદીઓ ગાંડીતૂર બની, ઘરોમાં ભરાયાં પાણી

Surat heavy rain people alert weather forecast

સુરત શહેર અને જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં શહેરમાં 2 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 44 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે રાંદેર, જહાંગીરપુરા, અડાજણ, પાલ, અઠવાઇલાઇન્સ, ઉધના, રીંગ રોડ, વરાછામાં વરસાદ પડ્યો છે. આ સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની છે, જ્યારે ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ