બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં GST ચોરી કરનારા કૌભાંડીઓનો પર્દાફાશ, બોગસ પેઢી અને બિલિંગ દ્વારા 45 કરોડથી વધુની ચોરી
Last Updated: 05:01 PM, 6 December 2024
Surat GST News : સુરતમાં GST વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ સુરતમાં બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવીને ચોરી કરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે સુરતમાં સ્ક્રેપના ધંધામાં પણ કરોડના બોગસ બિલિંગ કરી GSTની ચોરી કરનારો ઝડપાયો છે. આ બંને કેસમાં બોગસ પેઢી અને બિલિંગ દ્વારા 45 કરોડથી વધુની ચોરી કરાઇ હોવાનું ખૂલ્યું છે. GST વિભાગની કાર્યવાહીને લઈ GST ચોરી કરતાં ઇસમો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન અને GST ચોરી
ADVERTISEMENT
ડાયમંડ સિટી સુરતમાં બોગસ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવીને GST ચોરી કરતો આરોપી પકડાયો છે. વિગતો મુજબ શાહ એન્ટરપ્રાઈઝ અને કેતન એન્ટરપ્રાઈઝ નામની 2 પેઢીનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં ભાવનગરના જતીન બારૈયા નામનો શખ્સ વોન્ટેડ હતો જેની ભાવનગર પોલીસે ધરપકડ કરીને સુરત ઈકો સેલને સોંપ્યો છે. આ તરફ તપાસ દરમિયાન આરોપી જતીન ખોટી પેઢી રજીસ્ટર કરાવતો હોવાનું ખૂલ્યું છે. આ સાથે પેઢીના GST લોગ ઈન ID અને પાસવર્ડ મેળવી બીજા વ્યક્તિને કમિશન આપતો હતો. આ કેસમાં 9.95 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં 1.68 કરોડની ખોટી ક્રેડિટ ફરિયાદીએ મેળવી લીધી હતી. મહત્વનું છે કે, આરોપી જતીનના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
સ્ક્રેપના ધંધામાં કરોડના બોગસ બિલિંગ કરી GSTની ચોરી
આ તરફ બીજા એક કેસમાં સુરતમાં સ્ક્રેપના ધંધામાં કરોડના બોગસ બિલિંગ કરી GSTની ચોરી કરનારો ઝડપાયો છે. વિગતો મુજબ રિયાઝ રાયતા નામના સ્ક્રેપના વેપારીની ધરપકડ કરાઇ છે. SG એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં 37 કરોડના બિલની હેરાફેરી થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ સાથે બોગસ પેઢી બનાવી સ્ક્રેપના બિલિંગ કરી ઈનપુટ ઉઠાવી લેતા હતા. આ સાથે બોગસ બિલિંગ માટે એ.બી એન્ટરપ્રાઈઝ, બારિયા,ગણેશ એન્ટરપ્રાઈઝ અને જય અંબે એન્ટરપ્રાઈઝ, એમ.ડી અને એસ.જી એન્ટરપ્રાઈઝ જેવી ડમી પેઢીઓ બનાવી GSTની ચોરી કરાઈ હતી.
વધુ વાંચો : રેપ કેસમાં વીર્ય ન મળે તો પણ આરોપી સામે કેસ ચાલી શકે- HCનો મોટો ચુકાદો
આ કેસમાં પોલીસે સુરત,અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં તપાસ કરી હતી. આ સાથે બેન્ક એકાઉન્ટ પણ ખોટી રીતે ખોલાયા હોવાની વિગત સામે આવી છે. જેમાં ટોરેન્ટ પાવર અને DGVCLના ખોટા બિલ પણ રજૂ કરાયા હતા. સમગ્ર મામલે ઈકો સેલે 21 આરોપીની ધરપકડ કરી હતી. આ બંને કાર્યવાહીને લઈ હવે GST ચોરી કરનાર વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.