બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરતમાં ગે એપ ચેટિંગ કરીને યુવાનને હોટલમાં લઈ ગયાં ચાર જણાં પછી....

ડેટિંગ એપવાળા એલર્ટ / સુરતમાં ગે એપ ચેટિંગ કરીને યુવાનને હોટલમાં લઈ ગયાં ચાર જણાં પછી....

Last Updated: 02:48 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ગે એપ પર ચેટિંગ કરીને ચાર યુવાનોએ એક યુવાનને છેતરી લીધો હતો અને તેની પાસેથી રુપિયા પડાવ્યાં હતા.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ઘણી વખત આ સોશિયલ મીડિયા લોકો માટે મુશ્કેલી રૂપ સાબિત થતું હોય છે. સોશિયલ મીડિયા ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ સાથે કે મહિલાઓ સાથે વાતચીત બાદ લોકો હનીટ્રેપના શિકાર બન્યા હોવાની ઘટના પણ સામે આવે છે. ડેટિંગ એપના સહારે ગુજરાતમાં ફ્રોડની એક મોટી ઘટના સામે આવી છે.

ગે એપની મદદથી મળવા બોલાવીને લૂંટી લીધો

સુરતમાં ચાર યુવકોએ સાથે મળીને ગે એપથી એક યુવક સાથે ચેટ કરી યુવકને મળવા બોલાવી ત્યારબાદ તેને લૂંટી લીધો હોવાનું પણ સામે આવ્યું હતું. મહત્વની વાત છે કે યુવક પાસેથી રૂપિયા રોકડા નહીં પરંતુ ડિજિટલ રીતે ટ્રાન્સફર કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇ વરાછા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આ ઘટનાને લઇ બે ઇસમોની ધરપકડ કરી છે.

ડેટિંગ એપ ગ્રિન્ડર નિયર બાયની મદદથી ફ્રોડ કર્યો

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગ્રિન્ડર નિયર બાય ગે ડેટિંગ અને ચેટ નામની એપ્લિકેશનમાં તેનો સંપર્ક હિતેશ નામના યુવક સાથે થયો હતો. ફરિયાદી દ્વારા એપ્લિકેશન 10 દિવસ પહેલા ડાઉનલોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ એપ્લિકેશનની મદદથી યુવક હિતેશ સાથે વાતચીત કરતો હતો. હિતેશ દ્વારા ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ઘનશ્યામ નગરની એક રૂમમાં મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે આ યુવક એપ્લિકેશન પર સંપર્ક થયેલા હિતેશને મળવા માટે ઘનશ્યામ નગરના રૂમ ખાતે ગયો અને રૂમમાં હિતેશ અને ફરિયાદી બંને વાત કરતા હતા, તે સમયે અજાણ્યા ત્રણ ઈસમો એકાએક જ રૂમમાં આવી ગયા હતા અને અહીંયા શું કરો છો તેવું કહીને ફરિયાદીનો મોબાઇલ લઈ લીધો હતો. બાદમાં ફરિયાદીને ધમકાવી તેના મોબાઇલમાંથી google pay ના માધ્યમથી 17,110 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીને પોતાનો મોબાઈલ પરત આપી દીધો હતો.

વધુ વાંચો : સુરતમાં નકલી નોટનો કારોબાર, કલર પ્રિન્ટરમાં છાપતો ફેક કરન્સી, પોલીસે દબોચ્યો

બે આરોપીઓની ધરપકડ

પૈસા ટ્રાન્સફર કર્યાં બાદ અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી કે આ બાબતે જો કોઈને જાણ કરવામાં આવશે તો તને છોડીશું નહીં અને ત્યારબાદ આ તમામ ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે વરાછા પોલીસ દ્વારા હિતેશ અને નીતિન નામના બે ઈસમોને ધરપકડ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat gay fraud Surat gay fraud incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ