બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / જ્યાંથી પથ્થરમારો થયો એ જ સૈયદપુરામાં પહોંચી ગયું દાદાનું બુલડોઝર, ગેરકાયદે બાંધકામો પર મનપાની તવાઇ
Last Updated: 05:20 PM, 9 September 2024
રાજ્યમાં તહેવાર ટાણે અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ખાતે ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના સર્જાઇ હતી. ત્યારે આ ઘટના બાદ સૈયદપુરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જોકે પોલીસ સઘન બંદોબસ્ત વચ્ચે તમામ કામગીરી કરવામાં આવી હતી. જેમાં પોલીસની દેખરેખ હેઠળ તમામ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગઇકાલે આજ વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત કોર્પોરેશન એક્શનમાં થયું હતું. જોકે તંત્ર અને પોલીસની કામગીરીને લઇ સ્થાનિકોનો વિશ્વાસ તંત્ર પર વધારે મજબૂત થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.