બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / તંત્રની કામગીરીને ઘોળીને પી જતા ગેમ સંચાલકો, સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં લોકોની અવર-જવર
Last Updated: 11:43 AM, 27 May 2024
રાજકોટમાં શનિવારનો દિવસ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. TRP ગેમઝોનમાં લોકો બાળકો સાથે ફરવા ગયાં હતાં ગેમ રમવા ગયાં હતા. પરંતુ તેમની જ જિંદગી સાથે ગેમ રમાઈ ગઈ હતી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં ગત રોજ લાગેલ આગમાં 33 માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
રાજકોટની આગ દુર્ઘટના બાદ અલગ-અલગ ઠેકાણે ગેમ ઝોન પર અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન થયું છે કે કેમ તેને લઇને તપાસ કરી હતી. પરંતુ સુરતના ગેમ સંચાલકો જાણે તંત્રની કામગીરીને ઘોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
સુરત મહાનગરપાલિકાની ટીમની ગેમઝોનમાં તપાસની દેખાડા પૂરતી કાર્યવાહી કરી હતી. ગઇકાલે તપાસ બાદ સુરતના 11માંથી 10 ગેમઝોનને સીલ કરાયા હતા પરંતુ સીલ કર્યા છતા શોર્ટ ગેમઝોનમાં લોકોની અવરજવર થઈ રહી છે.
ગઇકાલે તપાસ ટીમ દ્વારા સુરતના પીપલોદના શોર્ટ ગેમઝોનને સીલ કરાયું હતું અને આજે સીલ માર્યા છતા ગેમઝોનના કર્મચારીઓ અંદર પ્રવેશ કરી રહ્યા છે. હવે કોઈ જગ્યા જ્યારે તંત્ર દ્વારા સીલ હોવા છતાં કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. આ જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્રએ માત્ર મુખ્ય દરવાજો સીલ કરી કાર્યવાહી કર્યાનો દેખાડો કર્યો છે કે શું..?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT