બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / આખરે ડુમસના દરિયાકાંઠે આકાર પામ્યું ગુજરાતનું પ્રથમ 'નગરવન', જે સુરતવાસીઓને કરાવશે કુદરત સાથે ભેટો

photo-story

7 ફોટો ગેલેરી

નવતર પગલું / આખરે ડુમસના દરિયાકાંઠે આકાર પામ્યું ગુજરાતનું પ્રથમ 'નગરવન', જે સુરતવાસીઓને કરાવશે કુદરત સાથે ભેટો

Last Updated: 02:51 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સુરત: સુરતના ડુમસના દરિયાકિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન' આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે. 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટી સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. તો ચાલો જોઈએ સુરતના દરિયાકાંઠે વિસ્તરેલા નગરવનની તસવીરો.

1/7

photoStories-logo

1. સુરતમાં પ્રથમ 'નગરવન'

શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી, સુરતમાં પ્રથમ 'નગરવન' વિકસાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 1.5 કરોડના ખર્ચે તૈયાર કરાયું

ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે નગરવન તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ડુમસના દરિયાકિનારે બન્યું નગરવન

ડુમસ દરિયાકિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જોવા મળશે એક્ઝોટિક બર્ડ્સ

આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે. અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. લોકલ હેન્ડીક્રાફ્ટ

આ નગરવન થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવવામાં આવ્યું છે. નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નિશુલ્ક પ્રવેશ

લોકોમાં આ વિસ્તારનું મહત્ત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં મુલાકાતીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. નોંધપાત્ર પ્રયાસ

આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

nagarvan at dumas beach Forest Department Initiative Surat

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ